રાજ્યમાં બે સ્થળોએ ITના દરોડા, મોરબી-હિંમતનગરમાં સર્ચ ઓપરેશન
રાજ્યમાં બે જગ્યાએ IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મોરબી અને હિંમતનગરમાં IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધ

રાજ્યમાં બે જગ્યાએ IT વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે. મોરબી અને હિંમતનગરમાં IT વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
મોરબીમાં સતત બીજા દિવસે ITનું સર્ચ ઓપરેશન
મોરબીના તિથક ગ્રુપ પર ITના બીજા દિવસે દરોડા યથાવત છે. જીવરાજભાઇ ફુલતરિયાના ઘર સહિત 6 જેટલી જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા છે. IT વિભાગને મોટી માત્રામાં સાહિત્ય હાથ લાગ્યું છે. બીજા દિવસે ઘરની બહાર રહેલી કારમાં પણ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસ બંદોબસ્ત વચ્ચે ITના અધિકારીઓએ સર્ચ હાથ ધર્યું છે.
આ પણ વાંચો: વડોદરા/ યુવતી સાથે રંગરેલિયા મનાવવા સાધુએ ભગવા ઉતાર્યા, 6 મહિના રિલેશનશીપમાં રહી ભાગી ગયો
હિંમતનગરમાં પણ ITના દરોડા
હિંમતનગર પારસ કોર્પોરેશનમાં પણ IT વિભાગ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું છે. 14 કલાકથી IT વિભાગનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. ઓફિસ ગત મોડી સાંજે ખુલતા IT વિભાગે કાર્યવાહી શરૂ કરી હતી. કાર્યવાહી દરમિયાન એક શખ્સ 3.50 લાખ લઇને આંગડિયુ કરવા માટે આવ્યો હતો. ITની ટીમે તેની પૂછપરછ કરી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.IT દ્વારા છેલ્લા કેટલાય સમયથી થયેલી મોટી રકમના વ્યવહારોને લઇને સર્ચ હાથ ધરવામાં આવ્યું છે.






