મોરબી: દલવાડી સર્કલ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત, ઉશ્કેરાયેલા બાઈક સવારે કારમાં કરી તોડફોડ
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના મોરબી શહેરમાંથી સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે

રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના મોરબી શહેરમાંથી સામે આવી હતી. મળતા અહેવાલ પ્રમાણે મોરબીના દલવાડી સર્કલ પાસે બાઇક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અ અકસ્માત બાદ બાઈક ચાલક અને કાર માલિક વચ્ચે તુતુ-મેમે સર્જાઈ હતી. આ બોલાચાલીએ ઝગડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
બાઈક ચાલકે ઉશ્કેરાટમાં આવીને ગાડીમાં તોડફોડ કરી
અકસ્માત બાદ બાઈક ચાલકે ઉશ્કેરાટમાં આવીને ગાડીમાં તોડફોડ કરી હતી. બાઈક ચાલકે કાર પર પથ્થર અને ધોકા વડે હુમલો કરી કાચ તોડ્યાં હતાં. પોલીસે કાર ચાલકની ફરિયાદના આધારે ચાર લોકોની શોધખોળ હાથ ધરી છે.




