મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના લાખણપોરની પોસ્ટ વિભાગમાં છેતરપિંડી, NRI સહિતના ગ્રાહકોના રૂપિયા ખાતામાં ન ભરી પાડી એન્ટ્રી

પૈસા મુકવા માટે હવે વિશ્વાસ રાખવો કોની ઉપર રાખવો. તેવા સવાલ કરતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત જિલ્લાન

સુરતના લાખણપોરની પોસ્ટ વિભાગમાં છેતરપિંડી, NRI સહિતના ગ્રાહકોના રૂપિયા ખાતામાં ન ભરી પાડી એન્ટ્રી

પૈસા મુકવા માટે હવે વિશ્વાસ રાખવો કોની ઉપર રાખવો. તેવા સવાલ કરતો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુરત જિલ્લાના પલસાણા તાલુકામાં જ્યાં લાખણપોરના પોસ્ટ માસ્ટરે કરી NRI અને આદિવાસીઓના ખાતામાંથી લાખોની  ઉચાપત કરી હતી. પોસ્ટ માસ્ટરે એનઆરઆઇના ખાતામાં પોતાનો મોબાઈલ નંબર નાખી ઓટીપીના માધ્યમથી રૂપિયાની બીજાના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા. એનઆરઆઈ તો ઠિક પણ આદિવાસીઓના અલગ અલગ સ્કીમો, બચત ખાતાઓ ખાલી કરી નાંખતા માથે હાથ મૂકવાનો વારો આવ્યો છે. એનઆરઆઈ તેમજ અન્ય ગરીબ આદિવાસીઓના ખાતામાંથી કરોડો રૂપિયાની બારોબાર ઉચાપત કરી પોસ્ટ માસ્તર લોકોની મહેનતની કમાણી પચાવી પાડી હતી. જે બાબતે પલસાણા પોલીસમાં ફરિયાદ થઈ હતી.

પાસબુકમાં એન્ટ્રી બતાવી

બારડોલી ડિવિઝન કચેરીમાંથી તપાસ કમિટી રચવામાં આવી હતી. પુણી ગામના પોસ્ટ માસ્ટર જીગ્નેશ ઠાકોરની નીચે કામ કરતા કાર્તિકગીરી ગોસ્વામી બંને સાથે મળી આખું કાવતરું રચ્યું હતું. પોસ્ટ માસ્ટર દ્વારા અમુકના ખાતામાં પોતાના મોબાઈલ નંબર નાખી રૂપિયાની ઉચાપત કરી છે. તો ફિક્સ ડિપોઝિટની રસીદ કોમ્પ્યુટરથી પ્રિન્ટ કાઢવાને બદલે હાથથી જ લખીને પાસબુક ઇશ્યૂ કરી તેના રૂપિયા જમા કર્યા ન હતા. ખાતેદારના મોબાઇલ નંબર બદલી નાણાં અન્યના ખાતામાં ટ્રાન્સફર કરી લેવાતા હતા. તમામ એકાઉન્ટો નેટ બેન્કીંગના માધ્યમથી બંધ કરાવી દઇ તેમજ એકાઉન્ટ હોલ્ડરોએ જમા કરાવેલ નાણાની ગ્રાહકોની પાસબુકમાં પુરી એન્ટ્રી બતાવી જે નાણા પોસ્ટમાં પુરે-પુરી નહિ જમા કરાવી એકાઉન્ટ હોલ્ડરોની જાણ બહાર ત્રીસ લાખની ઉચાપત કરી છે.

37 લાખની ઉચાપત

સમગ્ર મામલે પલસાણા પોલીસની દિવસોની તપાસ બાદ પોલીસ કાર્તિક ગિરી ગોસ્વામી સુધી પોહચી ગઈ હતી. તેણે કબૂલાત પણ કરી હતી. જે કબૂલાત કરી એ સાંભળીએ પોલીસ પણ વિચારતી થઈ ગઈ હતી. પબ્લીકના માણસો દ્વારા અલગ-અલગ યોજના હેઠળ નવુ ખાતું ખોલાવી તેમા જમા કરવા માટે આપેલ નાણા એકાઉન્ટ ખોલ્યા વગર બનાવટી પાસબુક બનાવી આપી હતી. જે નાણાં પોતાના અંગત ઉપયોગમાં મેળવી લઇ કુલ 37 લાખની  સરકારી નાણાંની ઉચાપત કરી સરકાર તેમજ લોકો સાથે છેતરપિંડી કરી છે. 

અન્ય એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા

ઉચાપત કરેલ નાણા સગેવગે કરવા માટે ગ્રાહકોને જાણ ન થાય તે માટે પણ અલગ તરકીબ અજમાવી હતી. પુણી સબ પોસ્ટ ઓફિસમાં ગ્રાહકોના નામના બે બનાવટી એકાઉન્ટ ઓપનીંગ કરી ઉચાપત કરેલ નાણાં આ એકાઉન્ટોમાં ટ્રાન્સફર કર્યા હતા. તેમાંથી ઇન્ટરનેટ બેન્કીંગના માધ્યમથી પોતાના સગા-સબંધીઓના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી લીધા હતા. હાલમાં તેઓ દ્વારા કરવામાં આવેલ ઉચાપતની અન્ય વધુ તપાસ શરૂ કરતાં ભોગબનનારો તેમજ ઉચાપતનો આંકડો કરોડોમાં જનાર છે.

આ સમાચાર શેર કરો