જસદણના વેપારી સાથે છેતરપિંડીને આચરીને ફરાર 5 આરોપીઓ ઝડપાયા, 16 કરોડની ગાંસડી ખરીદીને થયા હતા રફુચક્કર
જસદણના વેપારીએ રાજકોટના 5 લોકો સામે 1 કરોડ 26 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જસદણના વેપારી પ

જસદણના વેપારીએ રાજકોટના 5 લોકો સામે 1 કરોડ 26 લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જસદણના વેપારી પાસેથી આરોપીઓએ કપાસની 16 કરોડની કિંમતની 5500 ગાંસડીની ખરીદી કરી હતી.
13 કરોડ 73 લાખની રકમ રોકડ આપી
16 કરોડની કિંમતની ગાંસડીઓ ખરીદી જેમાં જેમાં 13 કરોડ 73 લાખની રકમ રોકડ આપી હતી. બાકીની રકમ 15 દિવસ પછી આપવાનું કહીને આ ઠગબાજો ફરાર થઈ ગયા હતા. જસદણના વેપારીએ 15 દિવસ પછી તમામને કોલ કરતા તેમના ફોન બંધ આવ્યા હતા. ત્યાર બાદ વેપારીને ભાન થયું કે મારી સાથે ઠગાઈ થઈ છે. વેપારીએ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરી હતી.
ઠગબાજ ટોળકીએ અન્ય વેપારીઓ સાથે કુલ 55 કરોડની છેતરપિંડી આચરી
ચોટીલાના સિધ્ધનાથ કોટેક્સ કંપનીના 5 ભાગીદારોએ વેપારી સાથે ઠગાઈ કરી હોવાનુ ફરિયાદમા ઉલ્લેખ કરાયો છે. સમગ્ર મામલે પોલીસ દ્વારા પાંચ લોકોની ધરપકડ કરવામા આવી છે. તપાસ કરતા જાણવા મળ્યુ કે આ ઠગબાજ ટોળકીએ પાળીયાદ, સાવરકુંડલા ,અમદાવાદ સહિતના અને વેપારીઓ સાથે 55 કરોડની ઠગાઈ આદરી હતી.






