મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Kutch: 14 વર્ષના કિશોરના ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, ફેંક્યા બાદ પણ થયા બે ધડાકા

કચ્છના લખપતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લખપતના ભાડરા ગામના 14 વર્ષના કિશોરના ખિસ્સામાં મોબા

Kutch: 14 વર્ષના કિશોરના ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ, ફેંક્યા બાદ પણ થયા બે ધડાકા

કચ્છના લખપતમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. લખપતના ભાડરા ગામના 14 વર્ષના કિશોરના ખિસ્સામાં મોબાઈલ ફાટ્યો હોવાની ઘટના બની છે. મોબાઈલ ફાટતાં કિશોરે સ્માર્ટફોનનો ઘા કરી દીધો હતો, જોકે ફોન ફેંક્યા બાદ વધુ બે ધડાકા થયા હતા. આ દુર્ઘટનામાં કિશોરને સામાન્ય ઈજા પહોંચી હતી. 

લખપતમાં કિશોરના ખિસ્સામાં ફાટ્યો મોબાઈલ

મળતી માહિતી મુજબ, લખપત તાલુકાના ભાવડા ગામના રાજવીર અરવિંદ પાયરના ખિસ્સામાં રાખેલો સ્માર્ટફોન અચાનક ફાટ્યો હતો. જેની જાણ થતાં તરત રાજવીરે સ્માર્ટફોનને ખિસ્સામાંથી કાઢીને બહાર ફેંક્યો હતો. પરંતુ આ પછી પણ મોબાઈલમાં વધુ બે ધડાકા થયા હતા. 

કિશોરના ખિસ્સામાં ફોન ફાટવાની ઘટનાને લઈને પરિવારમાં ચિંતા છવાઈ હતી. આ દુર્ઘટનામાં કોઈ મોટી જાનહાનિ થઈ ન હતી. જોકે, ફોન ક્યા કારણોસર ફાટ્યો તેને લઈને કોઈ જાણકારી મળી નથી.

આ સમાચાર શેર કરો