મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

વડોદરામાં મૃતક મહિલાના નામે મનરેગા યોજનાના પૈસા ઉપાડી લેવાનું કૌભાંડ આવ્યું બહાર

વડોદરામાં મનરેગા યોજનામાં ઉચાપતનું કૌભાંડ બહાર આવ્યું છે. ગામના સરપંચ અને અધિક

વડોદરામાં મૃતક મહિલાના નામે મનરેગા યોજનાના પૈસા ઉપાડી લેવાનું કૌભાંડ આવ્યું બહાર

વડોદરામાં મનરેગા યોજનામાં ઉચાપતનું કૌભાંડ બહાર આવ્યું છે. ગામના સરપંચ અને અધિકારીઓની મિલીભગતથી મૃતક મહિલાના નામે પૈસા ઉપાડી લેવાનું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો મહિલાના પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો.

તાલુકા વિકાસ અધિકારીએ વરણામા પોલીસે સ્ટેશનમાં ફરિયાદ નોંધાવ્યા બાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. વડોદરા તાલુકાના સમસાબાદ ગામના ગંગાબેન પાટણવાડીયા નામના મહિલા મૃત્યુ પામ્યાના 75 દિવસ સુધી વેતન ચુકવાતું હતું. અન્ય વ્યક્તિએ મૃતક ગંગાબેનના નામે 17 હજાર 925 રૂપિયા ઉપાડી લીધા હતા. જોકે સરપંચે આ નાણાનો વિકાસ કામો માટે ઉપયોગ કર્યો હોવાનું જણાવીને લૂલો બચાવ કર્યો હતો. તાલુકા વિકાસ અધિકારીએ વરણામા પોલીસે ફરિયાદના કરતા પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો