મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: માત્ર 37 રૂપિયાના ભાડામાં મળશે ધારાસભ્યોને લકઝુરિયસ ફ્લેટ, જાણો કેવી સુવિધાઓ મળશે

નવા મંત્રીમંડળના પુન:ગઠન બાદ પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા આવાસ ખુલ્લા મૂકવા તૈયારીઓ કરાઈ છે. 220

Gujarat news: માત્ર 37 રૂપિયાના ભાડામાં મળશે ધારાસભ્યોને લકઝુરિયસ ફ્લેટ, જાણો કેવી સુવિધાઓ મળશે

નવા મંત્રીમંડળના પુન:ગઠન બાદ પાટનગર ગાંધીનગરમાં ધારાસભ્યો માટે નવા આવાસ ખુલ્લા મૂકવા તૈયારીઓ કરાઈ છે. 220 કરોડના ખર્ચે મોર્ડન અને લક્ઝુરિયસ ફલેટ્ તૈયાર કરાયાં છે. સંભવિત 23 ઓક્ટોબરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે મોર્ડન ફ્લેટ ખુલ્લા મૂકાય તેવી શક્યતા છે. દિવાળી બાદ ધારાસભ્યો નવા ફ્લેટમાં રહેવા જશે. આ જોતા ધારાસભ્યોની દિવાળી સુધરી છે.

ધારાસભ્ચોને મળશે નવા ઘર

પાટનગર ગાંધીનગરમાં સદસ્ય આવાસ જર્જરીત બન્યાં છે જેના પગલે સેક્ટર 17 ખાતે ધારાસભ્યો માટે લકઝુરિયસ ફ્લેટ બનાવવામાં આવ્યા છે. અહીં 9 માળનાં 12 ટાવરનુ નિર્માણ કરાયુ છે જેમાં કુલ મળીને 216 ફ્લેટ તૈયાર કરાયાં છે.

ધારાસભ્યો માટે આકાર પામેલાં 126 લકઝુરિયસ ફ્લેટમાં બે માસ્ટર રુમ, લિવિંગ રૂમ, બે બેડરૂમ, રસોડું, ડાઇનિંગ એરિયા, વેઇટીંગ એરિયા ઉપરાંત નાની ઓફિસની સુવિધા છે. પ્રત્યેક ફલેટમાં કર્મચારીના રૂમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ લકઝુરિયસ ફલેટમાં માસ્ટર, લિવિંગ રૂમ, બેડરુમમાં એસસી ઉપરાંત 43 ઇંચ નું એલઈડી ટીવી ટેબલ નેટવર્ક સાથે ગોઠવવામાં આવ્યુ છે. સાથે સાથે ફ્રીજ, ગેસ ગીઝર અને ઇલેક્ટ્રિક ગીઝરની પણ સુવિધાઓ અપાઇ છે. નવા સદસ્ય નિવાસ સંકુલમાં બે લેન્ડ સ્કેપ ગાર્ડન, પ્લે એરિયા, એક ઓડિટોરિયમ, હેલ્થ ક્લબ, કેન્ટિન સહિતની સુવિધાઓ ઉપ્લબ્ધ કરાવાઈ છે. દરેક નવ માળના બિલ્ડિંગમાં બે લિફ્ટની સુવિધા હશે. આ ઉપરાંત એન્ટ્રી-એક્ઝીટ માટે ચાર દરવાજા હશે. 

ધારાસભ્યોના નવા આવાસમાં શું સુવિધા હશે?

  • 28576 મીટર વિસ્તારમાં નવા આવાસ તૈયાર કરાયા છે.
  • એક ફ્લેટમાં 204 ચોરસ મીટરની જગ્યા મળશે.
  • 3 બેડરૂમ, રસોડું, ડાઈનિંગ એરિયા, ઓફિસ રૂમ, વેઈટિંગ રૂમ, બાલકની, ડ્રેસિંગ રૂમ, 3 અટેચ બાથરૂમ અને ટોઇલેટ, 1 કોમન બાથરૂમ અને ટોઇલેટ, 1 સરવન્ટ રૂમ.
  • નવા આવાસસ્થાન પર ગાર્ડન, મલ્ટિપર્પઝ હોલ, કોમ્યુનિટી હોલ, સ્વિમિંગ પૂલ સહિતની સુવિધાઓ સાથે ઘરમાં 3 સ્પ્લિટ એસી લગાવવમાં આવશે. લિવિંગ રૂમ અને બેડરૂમમાં 43-43 ઈંચના એલઈડી ટીવી, રેફ્રિજરેટર અને એસી પ્લાન્ટ મૂકવામાં આવશે. બાથરૂમમાં ગરમ પાણી માટે ઈલેક્ટ્રિક ગીઝરની પણ સુવિધા આપવામાં આવશે.

આ સમાચાર શેર કરો