સુરતીઓ સાવધાન! રસ્તા પર ભૂલથી પણ આ કામ કર્યું તો ગયા સમજજો, 4500 કેમેરા રાખી રહ્યા છે બાજનજર
સ્વચ્છતામાં સુરતનો નંબર આવ્યો છે. ત્યારે તેને જાળવી રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા તહેવાર ટાણે બ્રિજ-

સ્વચ્છતામાં સુરતનો નંબર આવ્યો છે. ત્યારે તેને જાળવી રાખવા માટે મહાનગરપાલિકા દ્વારા તહેવાર ટાણે બ્રિજ-રસ્તા, સર્કલો પર કરોડોના ખર્ચે રંગરોગાનની કામગીરી તમામ ઠેકાણે કરાઈ હતી. હવે આ જગ્યાઓ સ્વચ્છ અને સુઘડ રહે તે માટે પાલિકા દ્વારા આકરું વલણ અપનાવવામાં આવી રહ્યું છે. જાહેરમાં થૂંકનાર કે કચરો નાખનાર સામે આકરી કાર્યવાહી કરવા માટે હવે ટેક્નોલોજીનો ઉપયોગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો:સુરતમાં માલધારીઓની દાદાગીરી!, પાલિકાની ટીમે પકડેલી ગાયોના દોરડા કાપી છોડાવી ગયા
5200ને કરાયો દંડ
સુરતના રસ્તામાં કે જાહેરમાં થૂંકીને ન્યૂશન્સ કરનારાઓ સામે કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર (ICCC) સેન્ટરના સીસી ટીવીના મોનિટરિંથી 4500 કેમેરા થકી થૂંકબાજોને ઝડપવામાં આવી રહ્યા છે. સીસી ટીવી થકી આવા 5200 લોકો ઝડપાયા છે, જેમને 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. પાલિકાનો દાવો છે કે, રાજ્યમાં પહેલીવાર આટલી મોટી સંખ્યામાં થૂંકબાજો સામે કાર્યવાહી કરવામાં આવી છે. જો કે, અધિકારીઓનું કહેવું છે કે, તેમ છતાં આવા થૂંકબાજો સુધરવાનું નામ લેતાં નથી, જેથી આગામી દિવસો હવે એન્ફોર્સમેન્ટ વધારવા તેમજ દંડની રકમ પણ બેવડી કરવા આરોગ્ય ખાતાએ તૈયારી શરૂ કરી દીધી છે.
વિશેષ ટીમ મુકાઈ
આરોગ્ય અધિકારીએ કહ્યું કે, 1 એપ્રિલથી થૂંકબાજો સામે કાર્યવાહી કરવા કન્ટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટરમાં વિશેષ ટીમ મુકાઈ હતી. એસઆઈ સહિતની આ ટીમ સરકારી મિલકતોને ગંદી કરનારા લોકોને સીસીટીવી થકી ઝડપી રહી છે. આવા લોકોને તેમના વાહનના નંબર આધારે આરટીઓમાંથી સરનામું મેળવીને ઘરેથી પણ દંડ વસૂલ કરવામાં આવી રહ્યો છે. ‘સ્વચ્છ સુંદર સુરત’ જે સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમે આવ્યું છે ત્યારે શહેરની છબિ બગાડનારા આવા તત્વો સામે વધુ કડક કાર્યવાહી હાથ ધરાશે. આગામી દિવસોમાં એન્ફોર્મેન્ટ વધારાશે તેમજ દંડ પણ બેવડો કરી દેવાશે.
ત્રણ ગણા દંડની તૈયારી
પાલિકાએ બ્રિજ, ડિવાઈડરો, સર્કલો, ગાર્ડનો, પે એન્ડ યુઝ સહિતની મિલકતો પર રંગરોગાન કરવા 4 કરોડથી વધુનો ખર્ચો થયો છે. પરંતુ ખુટખાં-માવા ખાનારા લોકો રંગરોગાનને બગાડી રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે પાલિકાનો આરોગ્ય વિભાગે દંડનો ચાર્જ બમણાથી ત્રણ ગણો કરવાની તૈયારી કરી છે.








