મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

શંખવાડમાં ગર્ભવતી ગાયની હત્યા કરનારા 6 આરોપીઓ પકડાયા, ગામમાંથી લઘુમતી પરિવારો ભાગી ગયા

ભરૂચના શંખવાડ ગામે ગર્ભવતી ગાયની હત્યા કરનારા 6 કસાઈઓને પોલીસે પકડી પાડ્યા છે. ગૌહત્યા

શંખવાડમાં ગર્ભવતી ગાયની હત્યા કરનારા 6 આરોપીઓ  પકડાયા, ગામમાંથી લઘુમતી પરિવારો ભાગી ગયા

ભરૂચના શંખવાડ ગામે ગર્ભવતી ગાયની હત્યા કરનારા 6 કસાઈઓને પોલીસે પકડી પાડ્યા છે.  ગૌહત્યાની ઘટના બાદ તંગદિલી ફેલાઈ હતી, જેના પગલે લઘુમતી પરિવારો ઘરે તાળા મારી અન્યત્ર ચાલ્યા ગયા હતા. આ પરિવારોને  પરત ફરવા ગામના સરપંચ દ્વારા અપીલ કરવામાં આવી છે.   

આ પણ વાંચો : જામનગરમાં યુવતી પર 3 શખ્સોએ આચર્યું સામુહિક દુષ્કર્મ, નોંધાઈ પોલીસ ફરિયાદ

6 કસાઈઓને પોલીસે પકડી પાડ્યા

ભરૂચ તાલુકાના એકસાલ ગામના પશુપાલકની ગર્ભવતી ગાયને અજાણયા ઈસમો શંખવાડ ગામની સીમમાં લઈ જઈ ગૌહત્યા કરનાર 6 આરોપીઓને તાલુકા પોલીસની ટીમે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે શંખવાડ ગામના શરીફ ઉર્ફે સરફરાજ ગુલામભાઈ મન્સુરી, વસીમ ઉસ્માન મન્સુરી,મુબારક હૈદર મન્સુરી, સોહેબ સોકત મન્સુરી, રિઝવાન અબ્દુલ મન્સુરી અને અજય ઉર્ફે બન્કી લક્ષ્મણભાઈ રાઠોડને ઝડપી પાડી કતલ કરવાના મોટા 1 છરો, 2 ચપ્પા, 1 કુહાડી, 1 નાનો છરો અ કબ્જે કરી આરોપીઓની સામે વિવિધ કલમો લગાવી હતી. 

આરોપીઓના ઘરની આસપાસ રહેતા લઘુમતી સમાજના પરિવારજનો અન્ય સ્થળે ચાલ્યા ગયા 

ભરૂચના  શંખવાડ ગામમાં  ગૌહત્યાની ઘટના બાદ ગામમાં તંગદિલી પ્રસરી હતી. ગૌહત્યામાં અટકાયત કરાયેલ આરોપીઓના ઘરની આસપાસ રહેતા તેમજ અન્ય લઘુમતી સમાજના પરિવારજનો પોતાના ઘરે તાળા મારીને ડરના કારણે અન્યત્ર જતાં રહ્યાં હતાં,  જેના પગલે ગામના કેટલાક ફળિયાઓ સુમસામ ભાસી રહ્યા છે.   

આ પણ વાંચો : ચોટીલા ચામુંડા ડુંગર મહંત પરિવારના યુવકનું અપહરણ, 10 લાખ આપ્યાં બાદ થયો છુટકારો, જુઓ વીડિયો 

ગ્રામજનોને ફરી ગામમાં પરત આવવા સરપંચની અપીલ

અજંપાભરી સ્થિતિ વચ્ચે ગામમાં પોલીસ બંદોબસ્ત પણ ખડકી દેવામાં આવ્યો હતો. તંગદીલી બાદ ડરના કારણે ગામમાંથી જતા રહેલા ગ્રામજનોને ફરી ગામમાં પરત આવવા સરપંચ ઈલ્યાસ મન્સૂરીએ અપીલ કરવા સાથે શાંતિ હોવાનું જણાવી કોઈ પણ જાતના ખોટા મેસેજ ન ફેલાવવા પણ અનુરોધ કર્યો છે.

આ સમાચાર શેર કરો