મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Ahmedabad news: સગીરાને પ્રેમસંબંધ હોવાનો ઘટસ્ફોટ, મૃતકની માતાએ પ્રેમી સામે નોંધાવી ફરિયાદ

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી નરીમનપુરા કેનાલમાંથી 15 વર્ષીય સગીરાની હત્યા કરાયેલી લાશ મળી હતી.

Ahmedabad news: સગીરાને પ્રેમસંબંધ હોવાનો ઘટસ્ફોટ, મૃતકની માતાએ પ્રેમી સામે નોંધાવી ફરિયાદ

અમદાવાદના સરખેજ વિસ્તારમાં આવેલી નરીમનપુરા કેનાલમાંથી 15 વર્ષીય સગીરાની હત્યા કરાયેલી લાશ મળી હતી. આ કેસમાં મૃતક સગીરાની માતાએ દિકરીના પ્રેમી અજય ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સહ આરોપી અજય ઠાકોરના મિત્રની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે.  

સગીરાને પ્રેમ સંબંધ ઘટસ્ફોટ 

પ્રાપ્ત માહિતી મુજબ સરખેજ વિસ્તારમાં નરીમનપુરા કેનાલમાંથી 15 વર્ષીય સગીરાની હત્યા કરાયેલી લાશ મળતા ચકચાર મચી હતી. પોલીસે આ અંગે હત્યારાને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે, ત્યારે આ કેસમાં એક નવો વળાંક આવ્યો છે. મૃતક સગીરાની માતાએ દિકરીના પ્રેમી અજય ઠાકોર સામે ફરિયાદ નોંધાવી છે. સગીરાને અજય ઠાકોર નામના યુવક સાથે પ્રેમ સંબંધ હતો.

સગીરા પ્રેમી સાથે રહેતી 

બે મહિના અગાઉ સગીરા પરિવારને કહ્યા વગર બર્થ સર્ટિફિકેટ સહિત અન્ય ડોક્યુમેન્ટો લઈને ઘરેથી નીકળી ગઈ હતી અને અજય સાથે રહેતી હતી. સરખેજ પોલીસે સહ આરોપી અજય ઠાકોરના મિત્રની અટક કરી છે, જ્યારે મુખ્ય આરોપી અને વ્યવસાયએ રીક્ષા ચાલક અજય ઠાકોર ફરાર છે. પોલીસે અજય ઠાકોરની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. 

આ સમાચાર શેર કરો