મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

PANCHMAHAL : કાલોલમાં કોઝવે તૂટતા સગીરનું મોત, પિતાની જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવા અરજી

Panchmahal News : પંચમહાલ જિલ્લાના કાલોલ પાસેથી પસાર થતી ગોમા નદી ઉપરનો કોઝવે તૂટી જતા ઉપરથી પસાર થઇ રહેલા એક સગીરન

PANCHMAHAL : કાલોલમાં કોઝવે તૂટતા સગીરનું મોત, પિતાની જવાબદારો સામે પોલીસ ફરિયાદ નોંધવા અરજી

Panchmahal News : પંચમહાલ જિલ્લાના કાલોલ પાસેથી પસાર થતી ગોમા નદી ઉપરનો કોઝવે તૂટી જતા ઉપરથી પસાર થઇ રહેલા એક સગીરનું મોત નીપજ્યું હતું. કોઝવેની કામગીરી તકલાદી હોવાથી ઉપરથી પસાર થઇ રહેલા સગીરનું મોત નીપજ્યું હોવાનું જણાવી મૃતકના પિતાએ જવાબદારો સામે પોલીસ ફિરયાદ નોંધવા અરજી કરી છે.

કાલોલ નગરપાલિક દ્વારા ગોમા નદી ઉપર બનાવવામાં આવેલા નવો કોઝવે પેહલા વરસાદમાં જ લોકાર્પણ અગાઉ ધોવાઈને તૂટી ગયો હતો. તે કોઝવે ઉપરથી સ્કૂટી લઈને પસાર થઇ રહેલો કાલોલનો સગીર સ્કૂટી સાથે ગોમા નદીના પાણીમાં ખાબક્યો હતો જેનું મોત નીપજ્યું હતું. 

ધોવાણ થઇ ગયેલા કોઝવે ઉપરથી પસાર નહીં થવાની કોઈ ચેતવણી ન મુકવામાં આવી હોવાથી તેમજ તૂટેલા કોઝવે ઉપર પ્રવેશ અટકાવવા માટે કોઈ બેરીકેટ મુકવામાં ન આવી હોવાને કારણે આ ઘટના બની હોવાનું મૃતકનો પરિવાર જણાવી રહ્યો છે. 

કાલોલ નગરપાલિકાની સદંતર નિષ્કાળજીને લીધે આ ઘટના બની હોવાને કારણે જવાબદાર વ્યક્તિઓ સામે ગુનો નોંધવા માટે કાલોલ પોલીસ સ્ટેશનમાં મૃતક સગીરના પિતાએ અરજી કરી છે. જવાદારો સામે ગુનો નોંધી સજાત્માક કાર્યવાહી કરવા મૃતક સગીરના પિતાએ માંગ કરી છે. 

નદી ઉપર બનાવવાં આવેલા કોઝવેનું કામ તકલાદી હોવાને કારણે તૂટી જતા પોતાના પુત્રનું મોત નીપજ્યું જોવાના મુદ્દે જવાબદાર માનીને કાલોલ નરપાલિકાના એન્જીનીયર, કોઝવે બનાવનાર કોન્ટ્રાક્ટર તેમજ કોઝવેનું નિરીક્ષણ કરનાર એન્જીનીયર સામે ગુનો નોંધી કર્વયાહી કરવા અરજી કરતા મુદ્દાએ ચર્ચા જગાવી છે.

આ સમાચાર શેર કરો