મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO Breaking : ધોળકામાં ખાણ- ખનિજ વિભાગના દરોડા, 2.60 કરોડનો મુદ્દામાલ જપ્ત

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વીરપુર ગામમાં ખાણ ખનિજ વિભાગની ટીમે ખનિજ

તસવીર: gstv

અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વીરપુર ગામમાં ખાણ ખનિજ વિભાગની ટીમે ખનિજ માફિયાઓ સામે મોટી કાર્યવાહી હાથ ધરી છે. બાતમીના આધારે કરવામાં આવેલા આકસ્મિક દરોડામાં સાદી માટીનું ગેરકાયદેસર ખનન અને વહન ઝડપાયું હતું. તપાસ દરમિયાન સ્થળ પરથી એક એક્સકેવેટર મશીન અને 5 ડમ્પર વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર જપ્ત કરાયેલા તમામ સાધનોની કુલ કિંમત અંદાજે રૂ. 2.60 કરોડ થાય છે. સમગ્ર મુદ્દામાલ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  

આ સમાચાર શેર કરો