બોટાદમાં ખનીજ માફિયા બેફામ, મામલતદાર પર ડમ્પર ચઢાવવાનો કર્યો પ્રયાસ
Botad News : બોટાદ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ગેરકાયદેસર ખનીજ વહન કરતા ખનીજ માફીઆઓએ મામ

Botad News : બોટાદ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે. ગેરકાયદેસર ખનીજ વહન કરતા ખનીજ માફીઆઓએ મામલતદાર પર ડમ્પર ચડાવવાનો પ્રયત્ન કર્યો છે. આ મામલે ડમ્પર માલિક વિરુદ્ધ રાણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બોટાદ જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેવી પરિસ્થિતિ સામે આવી રહી છે. રાણપુરના ઇન્ચાર્જ મામલતદાર સી.આર પ્રજાપતિએ બરવાળા રોડ પર ગેરકાયદેસર ખનીજ પરિવહન કરતા ડમ્પરને અટકાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ખનીજ માફીયાઓએ દાદાગીરી કરી ડમ્પરમાંથી ખનીજને અનલોડ કરી મામલતદાર સી.આર પ્રજાપતિ ઉપર ચડાવવાનો પ્રયાસ થયો હતો તેમજ ડમ્પર લઈ શખ્સો નાસી છૂટ્યા હતા.
આ સમગ્ર મામલે રાણપુર મામલતદારે સમગ્ર હકીકત સાથે રાણપુર પોલીસ મથકે બે અજાણ્યા શખ્સો તેમજ ડમ્પર માલિક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.






