મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

દૂધની ગ્રાન્ટ રસ્તા પર: નસવાડીના દામાણી આંબા ગામે દૂધ ભરેલા કેરેટ અને પાઉચ ફેંકી દીધેલી હાલતમાં

નસવાડી તાલુકાના દામણી આંબા ગામે તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. જ્ય

દૂધની ગ્રાન્ટ રસ્તા પર: નસવાડીના દામાણી આંબા ગામે દૂધ ભરેલા કેરેટ અને પાઉચ ફેંકી દીધેલી હાલતમાં

નસવાડી તાલુકાના દામણી આંબા ગામે તંત્રની  ઘોર બેદરકારી સામે આવી છે. જ્યાં તાલુકાના મેઈન રોડ ઉપર દૂધ સંજીવ યોજનાના દૂધના કેરેટ સાથે પાઉચ ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યા હતા. નસવાડી તાલુકાના દામણી આંબા ગામે મેઈન  રોડ ઉપર દૂધ સંજીવની યોજના દૂધ  ભરેલા કેરેટ  અને છૂટ્ટા  દૂધના પાઉચ રોડ ઉપર ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યા.

દૂધ માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ  

નસવાડી તાલુકામાં આદિવાસી વિસ્તારમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિધાર્થીઓ તેમજ આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને કુપોષણ મુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ટ્રાયબલ વિભાગની યોજનામાંથી કરોડો રૂપિયાની ગ્રાન્ટ  ફાળવવામાં આવે છે. ગ્રાન્ટમાંથી  દૂધ સંજીવની યોજના ચલાવવામાં આવે છે.

દૂધના કેરેટ સાથે પાઉચ ફેંકી દીધેલી હાલતમાં જોવા મળ્યા

થોડા દિવસ પહેલા નસવાડી તાલુકાના રતનપુરા ગામે પણ દૂધના પાઉચ એક વૃક્ષ ઉપર લટકતા જોવા મળ્યા હતા. આવી રીતના આદિવાસી વિસ્તારમાં દૂધ ફેંકી દેવાની ઘટનાઓ વારંવાર બહાર આવે છે.

જોકે આ અગાઉ જિલ્લા વિકાસ અધિકારીએ મિટિંગ કરીને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ અધિકારીને કડક સૂચના આપી હતી.  દૂધ ફેંકી દેવાની ઘટના જો બહાર આવશે તો તેઓ સામે કડક પગલાં લેવામાં આવશે નવા આવેલા જિલ્લા વિકાસ અધિકારી કર્મચારીઓ સામે પગલા ભરશો તે તો જોવાનું જ રહ્યું.

આ સમાચાર શેર કરો