મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Gujarat news: રાજ્યમાં ભરશિયાળે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો કયા સ્થળોએ પડશે માવઠું

હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે ભર શિયાળે રાજ્યમાં કેટલાક સ

Gujarat news: રાજ્યમાં ભરશિયાળે હવામાન વિભાગે કરી વરસાદની આગાહી, જાણો કયા સ્થળોએ પડશે માવઠું

હવામાન વિભાગ તરફથી જારી કરવામાં આવેલી માહિતી પ્રમાણે ભર શિયાળે રાજ્યમાં કેટલાક સ્થળોએ છુટ્ટો છવાયો વરસાદ પડી શકે છે. ૩૦ અને ૩૧ ડિસેમ્બરે કચ્છ, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. ૩૦ ડિસેમ્બરે મુખ્યત્વે કચ્છમાં, જ્યારે ૩૧ ડિસેમ્બરે કચ્છ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં હળવો વરસાદ પડી શકે છે. આ પછી ૪૮ કલાકમાં તાપમાનમાં ૨થી ૩ ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી ઠંડીમાં વધારો થશે. 

આ સમાચાર શેર કરો