મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજ્યમાં વધુ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ 29 જિલ્લામાં ભારેથી અતિ ભારે

રાજ્યમાં વધુ બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ

ગુજરાતમાં એકસાથે બે સિસ્ટમ સક્રિય થતાં આગામી બે દિવસ 29 જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં બે દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા શનિવાર અને રવિવારે ભારેથી અતિ ભારે  વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
રેડ એલર્ટ: સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી
ઓરેન્જ એલર્ટ: પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ
યલો એલર્ટ: બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ,આણંદ, મહિસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, બોટાદ, દીવ

રવિવારે સુરત, નવસારી, વલસાડ, દમણ,  દાદરા નગર હવેલીમાં જ્યારે સોમવારે સુરત, નવસારી, વલસાડ,દમણ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં ભારેથી અતિ ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ રહેશે.

રાજ્યના 75 તાલુકામાં અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો

શુક્રવારે દિવસ દરમિયાન રાજ્યના 75 તાલુકામાં અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો જેમાં તાપીના ઉચ્છાલમાં સૌથી વધુ અઢી ઇંચ, કુકરમુંડામાં દોઢ ઇંચ, નિઝરમાં 1 ઇંચ વરસાદનો સમાવેશ થાય છે.

રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 20 ઇંચ સાથે મોસમનો 55 ટકા વરસાદ વરસી ચૂક્યો છે જેમાં કચ્છમાં સૌથી વધુ 76 ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં સૌથી ઓછા 29.55 ટકા વરસાદનો સમાવેશ થાય છે.

આ સમાચાર શેર કરો