શિક્ષણ સહાયક ભરતી-2024નું મેરીટ લિસ્ટ જાહેર, આ તારીખ સુધી વાંધો રજૂ કરી શકાશે
ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત માધ્

ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી સરકારી માધ્યમિક શાળાઓ અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી -2024ની પ્રક્રિયા ચાલી રહી છે. આ ભરતીનું આજે 13 જૂન 2025ના રોજ કામચલાઉ મેરીટ યાદી જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ પ્રમાણે વિષય આધારિત પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેને લઈને શિક્ષણ વિભાગ દ્વારા સત્તાવાર વેબસાઈટ પર માહિતી પુરી પાડવામાં આવી છે.
શિક્ષણ સહાયક ભરતી-2024નું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર
રાજ્યમાં શિક્ષણ સહાયક ભરતી-2024નું આજે(13 જૂન) પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ જાહેર કર્યું છે. જેમાં ઉમેદવારને કોઈપણ પ્રકારનો વાંધો જણાય તો તેઓ આગામી 16 જૂનના સવારે 10:30 થી સાંજે 6:10 વાગ્યા સુધીમાં પોતાનો વાંધો સંબંધિત જિલ્લાના શિક્ષણાધિકારીની કચેરી જરૂરી ડોક્યુમેન્ટ સાથે રજૂ કરવાનો રહેશે. આ વાંધો અગાઉ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલા જે-તે જિલ્લામાં કરવાનો રહેશે.
ભરતીના મેરીટ અને અન્વયે જરૂરી સૂચનાઓ વેબસાઈટ https://www.gserc.in/ પર પ્રસિદ્ધ કરવામાં આવી છે. જેને લઈને ગુજરાત રાજ્ય શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ-ગાંધીનગર દ્વારા સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે.
માધ્યમ-વિષય વાઈઝ પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ
ગુજરાતી માધ્યમ હેઠળની શાળા માટે ઉમેદવારોનું પ્રોવિઝનલ મેરીટ લિસ્ટ
- અંગ્રેજી વિષય
- ગુજરાતી વિષય
- હિન્દી વિષય
- MS
- સંસ્કૃત
- સામાજિક વિજ્ઞાન





