મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં માનસિક દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મ, રૂપિયાની લાલચ આપીને કરી બળજબરી

સુરતમાં બાળકીઓ અને કિશોરીઓ સાથેના છેડતી અને દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો

સુરતમાં માનસિક દિવ્યાંગ કિશોરી સાથે દુષ્કર્મ, રૂપિયાની લાલચ આપીને કરી બળજબરી

સુરતમાં બાળકીઓ અને કિશોરીઓ સાથેના છેડતી અને દુષ્કર્મના બનાવોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે લિંબાયતમાં માનસિક અસ્થિર કિશોરી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. આરોપી મુસ્તાક ઉર્ફે અરબાઝ કિશોરીને પૈસાની લાલચ આપીને પોતાના સાથે લઈ ગયો હતો. જ્યાં તેણી સાથે દુષ્કર્મ આચર્યું. કિશોરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને આરોપી ફરાર થઈ ગયો છે.

આ પણ વાંચોઃ સુરતમાં સગીરાની છેડતી કરનારનું નીકળ્યું સરઘસ, પોર્ન ફિલ્મ જોઈને ગંદી હરકત કર્યાની કબૂલાત

ગેરલાભ ઉઠાવાયો

લિંબાયત કાંતિનગરમાં રહેતો મુસ્તાક ઉર્ફે અરબાઝ સ્થાનિક માનસિક અસ્થિર કિશોરીને પૈસા આપવાની લાલચ આપીને પોતાના જાળમાં ફસાવી હતી. કિશોરી સારા-નરસાનું ભાન ન રાખતી હોવાનો ગેરલાભ ઉઠાવી આરોપીએ તેણીને પોતાના સાથે લઈ જઈ દુષ્કર્મ આચર્યું.ઘટનાની જાણ પરિવારને થતા તેમણે લિંબાયત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. 

પોલીસે ટીમો બનાવી

દુષ્કર્મ આચર્યા બાદ અરબાઝ ઘટનાસ્થળ પરથી નાસી છૂટ્યો છે. પોલીસને મળેલી ફરિયાદના આધારે અપહરણ, પોક્સો એક્ટ અને દુષ્કર્મની કલમ હેઠળ ગુનો નોંધાયો છે. ડીસીપી ભગીરથ ગઢવીના માર્ગદર્શન હેઠળ પોલીસ તપાસ કરી રહી છે અને આરોપીની શોધખોળ માટે અનેક ટીમો ગોઠવાઈ છે. 

આ સમાચાર શેર કરો