મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Junagadh news: મેંદરડા TDO 80 હજારની લાંચ લેતા પકડાયા, કામનો વર્ક ઓર્ડર આપવા માંગી હતી લાંચ

જૂનાગઢના મેંદરડાના ટીડીઓને 80 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે. એટીવીટીના કામનો વર્ક ઓર્ડર આ

Junagadh news: મેંદરડા TDO 80 હજારની લાંચ લેતા પકડાયા, કામનો વર્ક ઓર્ડર આપવા માંગી હતી લાંચ

જૂનાગઢના મેંદરડાના ટીડીઓને 80 હજાર રૂપિયાની લાંચ લેતા એસીબીએ ઝડપી પાડ્યા છે. એટીવીટીના કામનો વર્ક ઓર્ડર આપવા તેમજ અગાઉના કામની બાકી રકમ ચૂકવવા બદલ કુલ એક લાખ 65 હજાર રૂપિયાની લાંચ માંગવામાં આવી હતી. જેમાંથી 80 હજાર રૂપિયા આપવાનું ફરિયાદીને જણાવ્યું હતું. ફરિયાદી 80 હજાર રૂપિયા આપવા જતા એસીબીએ પંચોની રૂબરૂમાં ટીડીઓને લાંચ લેતા રંગે હાથ પકડી લીધો હતો. વર્ગ બેના અધિકારી તુષાર વિઠ્ઠલ રાદડિયા લાંચ લેતા ઝડપાતા સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમાચાર શેર કરો