Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : VIDEO: Mehsana Police's big success: Gang that stole cumin worth crores caught in spice city Unjha, law enforcer turns into a thief

VIDEO: મહેસાણા પોલીસની મોટી સફળતા: મસાલા સિટી ઊંઝામાં કરોડોના જીરાની ચોરી કરનાર ગેંગ ઝડપાઈ, કાયદાનો રક્ષક જ બન્યો ભક્ષક

Timeછેલ્લું અપડેટ : 08 Feb 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

VIDEO: ઉત્તર ગુજરાતના મસાલા સીટી તરીકે જાણીતા ઊંઝામાં થયેલી કરોડો રૂપિયાના જીરાની ચોરીનો ભેદ ઉકેલવામાં મહેસાણા પોલીસને મોટી સફળતા મળી છે. આ ચોરી પાછળ કોઈ સામાન્ય તસ્કર ટોળકી નહીં, પરંતુ હાઈકોર્ટના એક વકીલની કરતૂત હોવાનું સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.

App Store

કરોડોનું જીરું ગાયબ અને પોલીસ એક્શન 
ઘટનાની વિગત મુજબ, મહેસાણા જિલ્લામાં આવેલા ઊંઝાના ઉનાવા પાસે આવેલા ખોડિયાર એસ્ટેટમાં વેપારી રીતેશ શેઠ અને અરવિંદકુમાર શેઠના ગોડાઉનમાંથી ગત 12 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન તસ્કરોએ ત્રાટકીને કુલ 3,02,28,000 રૂપિયાના જીરાની ચોરી કરી હતી. આટલી મોટી રકમના મુદ્દામાલની ચોરી થતા મહેસાણા એલસીબી (LCB) અને સ્થાનિક પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.

સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સથી મળ્યો છેડો 
પોલીસે સેંકડો સીસીટીવી ફૂટેજ તપાસતા એક શંકાસ્પદ ટ્રક મળી આવી હતી. ત્યારબાદ ટેકનિકલ સર્વેલન્સ અને સીડીઆર (CDR) એનાલિસિસ કરતા આરોપી વજાહત ખાનનું લોકેશન ઘટનાસ્થળે મળી આવ્યું હતું. આ કડીના આધારે પોલીસે એક પછી એક કુલ 5 આરોપીઓની ધરપકડ કરી છે.

ભણેલા-ગણેલા ગુનેગારો હાઈકોર્ટનો વકીલ નીકળ્યો 
આરોપી ધરપકડ કરાયેલા આરોપીઓમાં સૌથી ચોંકાવનારું નામ મેમણ મહંમદઈક્રામનું છે. તેણે એલએલબી (LL.B.) કરેલું છે અને તે અમદાવાદ હાઈકોર્ટમાં વકીલાત કરે છે. કાયદાના જાણકાર એવા આ વકીલે જ આખી ચોરીનું કાવતરું ઘડ્યું હોવાનું મનાય છે. આ ઉપરાંત અન્ય આરોપી સાદિક મેમણ સામે અગાઉ બળાત્કારનો ગુનો પણ નોંધાયેલ છે.

મુદ્દામાલની રિકવરી 
આરોપીઓએ ચોરી કરેલું જીરું ડીસા અને ઊંઝા માર્કેટ યાર્ડમાં વેચી માર્યું હતું. પોલીસે હાલ આરોપીઓ પાસેથી 46.65 લાખ રોકડા અને 11.50 લાખનું જીરું મળી કુલ 58 લાખથી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો છે. હજુ પણ આ કેસમાં શાહનવાજ ઉર્ફે ટીપુ અને ઈમરાન જમીલ નામના આરોપીઓ વૉન્ટેડ છે, જેમને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.