VIDEO: સરકાર વિપક્ષની જાસૂસી કરવા માટે IBના માણસો દોડાવી રહી હોવાનો કોંગ્રેસનો મોટો આક્ષેપ
મહેસાણા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની ચૂંટણી પછીની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં પ્રભારી મુકુલ વાસનિક, અમિત ચાવડા અને જગદીશ ઠાકોર સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન જ્યારે મીડિયા કવરેજ માટે પત્રકારોને બોલાવવામાં આવ્યા, ત્યારે ત્યાં આઇબીના બે માણસો પણ બિનસત્તાવાર રીતે ઘૂસી આવ્યા હતા.
કોંગ્રેસના નેતાઓએ મંજૂરી વગર પ્રવેશવા અંગે તેમની પૂછપરછ કરી મોબાઈલ તપાસતા, તેમાંથી અસંખ્ય અશ્લીલ વીડિયો મળી આવ્યા હતા, જેને લઈ નેતાઓએ ભારે આશ્ચર્ય અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. સરકારી કર્મચારીઓ પાસે આવી સામગ્રી હોવાને શરમજનક ગણાવી તેમને કાર્યાલયમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ સમગ્ર મામલે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કરતા આક્ષેપ કર્યો હતો કે સરકાર વિપક્ષની જાસૂસી કરવા માટે તેમની પાછળ આઇબીના માણસો દોડાવી રહી છે.

