Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Massive fire breaks out at Martino's Pizza

VIDEO: Mehsana / માર્ટીનોઝ પીઝામાં ભીષણ આગ; ફાયરની ટીમે ફસાયેલા 8 યુવાનોનું કર્યું રેસ્ક્યુ

Timeછેલ્લું અપડેટ : 19 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

મહેસાણા શહેરના જાણીતા રાધનપુર રોડ પર આજે વહેલી સવારે એક મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ હતી. અહીં આવેલા 'માર્ટીનોઝ પીઝા' (Martino'z Pizza) નામના આઉટલેટમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે, ફાયર બ્રિગેડની સમયસૂચકતાને કારણે દુકાનની અંદર ફસાયેલા 8 જેટલા યુવાનોને સહી-સલામત બહાર કાઢી લેવામાં આવ્યા છે.

App Store

મળતી માહિતી અનુસાર, આજે વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ રાધનપુર રોડ પર આવેલા પીઝા હાઉસમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આ સમયે દુકાનની અંદર 8 જેટલા યુવાનો હાજર હતા, જેઓ અંદર ફસાઈ ગયા હતા. આગની જાણ થતા જ મહેસાણા ફાયર બ્રિગેડની ટીમ કાફલા સાથે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. ફાયર ફાઇટરોએ જીવના જોખમે દુકાનની અંદર પ્રવેશ કર્યો હતો અને ફસાયેલા તમામ 8 યુવાનોને એક પછી એક સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. આ સફળ રેસ્ક્યુને કારણે મોટી જાનહાનિ ટળી હતી. રેસ્ક્યુ ઓપરેશનની સાથે સાથે ફાયર વિભાગે પાણીનો મારો ચલાવી આગને વધતી અટકાવી હતી. ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવવામાં આવ્યો હતો.