Video: ઊંઝામાં 17થી 23 ડિસેમ્બર દરમિયાન મા ઉમા મહાઅન્નકૂટ મહોત્સવ, સાત દિવસ અખંડ મહામંત્ર ધૂન

ઊંઝા સ્થિત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આગામી 17થી 23 ડિસેમ્બર, 2026 દરમિયાન ભવ્ય મા ઉમા મહાઅન્નકૂટ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ સાથે ‘શ્રી ઉમિયા શરણમ્ મમ:’ મહામંત્રની સાત દિવસીય અખંડ ધૂન પણ યોજાશે. વર્ષ 1976માં યોજાયેલા 18મી શતાબ્દી મહોત્સવની સ્મૃતિમાં શરૂ થયેલી અન્નકૂટ પરંપરાના 50મા વર્ષની ઉજવણી નિમિત્તે આ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં પાટીદાર સમાજ સહિત સર્વજ્ઞાતિના ભક્તો, સંતો, સત્સંગ મંડળો અને મહિલા મંડળોને જોડાવા આમંત્રણ અપાયું છે. સાત દિવસ સુધી ચાલનારા આ આરાધના પર્વમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડશે તેવી સંસ્થાનને આશા છે. સંસ્થાન દ્વારા ભક્તોને મા ઉમિયાના આશીર્વાદ મેળવવા અને મહોત્સવમાં સહભાગી થવા હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે.
જાહેરાત










