મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહેસાણાની પ્રખ્યાત 4 હોસ્પિટલોને દંડ, PMJAY યોજના હેઠળ દર્દીઓ પાસેથી ડકાર્યા હતા લાખો રૂપિયા

રાજ્યની અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કાંડ સામે આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે, મળતા અહેવાલ પ્રમ

મહેસાણાની પ્રખ્યાત 4 હોસ્પિટલોને દંડ, PMJAY યોજના હેઠળ દર્દીઓ પાસેથી ડકાર્યા હતા લાખો રૂપિયા

રાજ્યની અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં કાંડ સામે આવ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે, મળતા અહેવાલ પ્રમાણે  ગુજરાતની મહેસાણા જિલ્લાની 4 હોસ્પિટલોને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે. 

 PMJAY યોજના હેઠળ દર્દીઓ પાસેથી પૈસા ડકાર્યા

મળતા અહેવાલ પ્રમાણે  મહેસાણા જિલ્લાની ચાર હોસ્પિટલોએ PMJAY યોજના હેઠળ દર્દીઓ પાસેથી પૈસા લીધાના અહેવાલ સામે આવ્યા છે. આ મામલે  જેની પેનલ્ટીના ભાગરૂપે ચાર હોસ્પિટલોને ફરિયાદ નિવારણ સમિતિની બેઠકમાં પેનલ્ટી દ્વારા દંડ ભરવા માટે હુકમ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: સુરેન્દ્રનગરમાં પણ ખ્યાતિ હોસ્પિટલ જેવી ઘટના, PMJAY યોજના અંતર્ગત હૃદયનું ઓપરેશન કરાવ્યા બાદ દર્દીનું મોત

ચાર હોસ્પિટલને ફટકારવામાં આવ્યો

કડીની ભાગ્યોદય હોસ્પિટલને રૂ.1.10 લાખની પેનલ્ટી,લાયન્સ હોસ્પિટલ મહેસાણાને રૂ.65 હજાર 435 ની પેનલ્ટી અને નૂતન જનરલ હોસ્પિટલ ને રૂ.45 હજાર 850ની પેનલ્ટી સાથે જ શંકુઝ હોસ્પિટલને રૂ.6500 ની પેનલ્ટીનો દંડ ફટકારવામાં આવ્યો છે. તંત્રે સ્પષ્ટ નોટિસ પણ ફટકારી છે. મળતા અહેવાલ પ્રમામે હોસ્પિટલ દ્વારા સાત દિવસમાં પેનલ્ટી નહીં ભરે તો  યોજનાની માર્ગદર્શિકા મુજબ પગલાં લેવાશે.

આ સમાચાર શેર કરો