Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Elections will be held for 15 seats of APMC in Unjha

ઊંઝાની APMCની 15 બેઠકો માટે યોજાશે ચૂંટણી, ભાજપના જ ત્રણ જૂથ માટે પ્રતિષ્ઠાનો જંગ

Timeછેલ્લું અપડેટ : 04 Dec 2024
લાઇવ ટીવીGoogle News
ઊંઝાની APMCની 15 બેઠકો માટે યોજાશે ચૂંટણી, ભાજપના જ ત્રણ જૂથ માટે પ્રતિષ્ઠાનો જંગ

એશિયાની સૌથી મોટી APMCમાં ચૂંટણી યોજાશે. ઊંઝા APMC ચૂંટણી માટે આજે ઉમેદવારી પત્રકો ભરાશે. મળતા અહેવાલ પ્રમાણે કુલ 15 બેઠકો પર આ ચૂંટણી યોજાશે. ઊંઝા APMC  ચુંટણી માટે આજે ઉમેદવારી પત્રકો ભરાશે.

App Store

15 બેઠકો માટે યોજાશે ચૂંટણી

 ખેડૂત વિભાગની 10
 વેપારી વિભાગની 4 
 ખરીદ વેચાણ મંડળીની 1બેઠક માટે ભરાશે ઉમેદવારી પત્રકો

સવારે 11 કલાકથી સાંજે 5 વાગ્યા સુધી ઉમેદવારી પત્રકો ભરાશે, આવતીકાલે ઉમેદવારી ફોર્મની ચકાસણી કરવામાં આવશે. 9 ડિસેમ્બરે ઉમેદવારી ફોર્મ ખેચવાની છેલ્લી તારીખ છે. તો બીજી તરફ 16 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. 17 ડિસેમ્બરના રોડ મત ગણતરી યોજાશે.

આ પણ વાંચો: VIDEO: PGVCL કસ્ટમર કેર સેન્ટરના તમામ કર્મચારીઓ નિંદર માણતા ઝડપાયા

કુલ 1106 મતદારો મતદાન કરશે

ખેડૂત વિભાગના 261, વેપારી વિભાગના 805, સહકારી ખરીદ વેચાણ મંડળી 40, મળી કુલ 1106 મતદારો મતદાન કરશે. ઊંઝા ભાજપના ત્રણ જૂથો APMCમાં સત્તા હાંસલ કરવા મેદાને પડ્યા છે.

ભાજપના ત્રણ જૂથ માટે પ્રતિષ્ઠાનો જંગ

ધારાસભ્ય કિરીટ પટેલનું જૂથ અને પૂર્વ Apmc ચેરમેન દિનેશ પટેલનું જૂથ , પૂર્વ ધારાસભ્ય નારાયણ પટેલના જૂથ વચ્ચે પ્રતિષ્ઠાનો જંગ જામવાનો છે. આ ચૂંટણી રાજકીય અખાડનું સ્થાન બનશે.