Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / મહેસાણા : Controversy over bootleggers throwing currency notes at PI in Dayra

VIDEO: Mehsana / ડાયરામાં PI પર બુટલેગરોએ ચલણી નોટો ઉછાળતા વિવાદ; સાંથલના પીઆઈને સસ્પેન્ડ કરાયા

Timeછેલ્લું અપડેટ : 10 Mar 2026
લાઇવ ટીવીGoogle News
સોર્સ : GSTV

પોલીસની શિસ્ત અને ગરિમાને લજવતી વધુ એક ઘટના સામે આવી છે. મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) એમ.એમ. વરચંદને ફરજ પ્રત્યે બેદરકારી અને શિસ્તભંગ બદલ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. એક જાહેર ડાયરામાં બુટલેગરો દ્વારા તેમના પર નોટો ઉછાળવામાં આવતા સર્જાયેલા વિવાદ બાદ આ કડક કાર્યવાહી કરવામાં આવી છે.

App Store

મહેસાણાના કટોસણ ગામમાં એક મંદિરના પાટોત્સવ નિમિત્તે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં સાંથલ પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એમ. વરચંદ હાજર રહ્યા હતા. ડાયરામાં લોકગાયકોના સૂરે જ્યારે માહોલ જામ્યો હતો, ત્યારે કેટલાક શખ્સોએ સ્ટેજ પર આવીને પીઆઈ વરચંદ પર ચલણી નોટોનો વરસાદ કર્યો હતો. જેમાં બુટલેગરો દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.વરચંદ ઉપર ચલણી નોટો ઉછાળી હતી. પોલીસ અધિકારી પર આ રીતે સરેઆમ નોટો ઉછળતી હોય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ બેડામાં ભારે ચર્ચાઓ જાગી હતી. એક જવાબદાર પોલીસ અધિકારી બુટલેગરો સાથે આટલી નિકટતા કેમ રાખે છે, તેવા ગંભીર સવાલો ઉભા થયા હતા. જે બાદ ડાયરામાં પીઆઇ ઉપર ચલણી નોટો ઉછાળવાના વિવાદમાં સસ્પેન્ડ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.