VIDEO: કડી પાલિકાનું અણઘડ શાસન: અંડરપાસમાંથી ઉલેચેલું અડધું પાણી પાછું અંડરપાસમાં જ ગયું
સોર્સ : gstv
મહેસાણાના કડીમાં ભારે વરસાદ બાદ હવે કડી નગરપાલિકાની ગંભીર બેદરકારી અને અણઘડ વહીવટ સામે આવ્યો છે. કડીનો મુખ્ય અંડરપાસ વરસાદી પાણીમાં ગરકાવ થઈ જતાં વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ છે. તંત્ર દ્વારા અંડરપાસમાંથી પાણી ખાલી કરવા માટે મોટી મોટર મૂકી પાઇપલાઇન બિછાવવામાં આવી છે, પરંતુ પાલિકાની બેદરકારીના કારણે પાઇપમાંથી અડધું પાણી લીક થઈને ફરી પાછું અંડરપાસમાં જ પડી રહ્યું છે!પાલિકાના આ અણઘડ વહીવટ સામે સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો આ રીતે જ કામગીરી ચાલશે, તો અંડરપાસ ક્યારે ખાલી થશે અને વાહનવ્યવહાર ક્યારે શરૂ થશે?

