મહેસાણા: ભાસરિયા ગામે જમીન વિવાદમાં યુવકની કરપીણ હત્યા
મહેસાણા શહેર અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમ રેટ સતત વધી રહ્યો છે. ચોરી, લૂંટ અન

મહેસાણા શહેર અને ગ્રામ્યમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઈમ રેટ સતત વધી રહ્યો છે. ચોરી, લૂંટ અને ખૂન જેવી ઘટનાઓ રોજ સામે આવી રહી છે. ત્યારે આવી જ એક ઘટના પ્રકાશમાં આવી છે. મહેસાણા તાલુકાના ભાસરિયા ગામે એક યુવકની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી.
ભાસરિયા ગામે જમીના ઝઘડાની અદાવતમાં પાંચ શખ્સોએ મનીષ પરમાર નામના યુવક પર ધોકા અને હોકીથી તૂટી પડયા હતા. જેથી 40 વર્ષીય મનીષનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. નાનકડાં ગામમાં હત્યાને લઈ ભારે ચકચાર મચી જવા પામી હતી. જો કે, યુવકની હત્યાની જાણ થતા લાંઘણજ પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઘટનાસ્થળે જરૂરી પુરાવા લઈ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી સિવિલ હોસ્પિટલ ખસેડયો હતો. ત્યારબાદ યુવકના મોતનો ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા હતા.




