સુરેન્દ્રનગરના વગડિયા પાસે ગેરકાયદેસર કાર્બોસેલની 7 ખાણો સીલ મારવામાં આવી
સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ અને ખનીજ ચોરી નવી ઘટના નથી. પરંતુ ક્યારેક આ ગેરકાયદે ખનન દરમિયાન ઘ

સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓ અને ખનીજ ચોરી નવી ઘટના નથી. પરંતુ ક્યારેક આ ગેરકાયદે ખનન દરમિયાન ઘણા મજૂરોના જીવ જતા રહેતા હોવાનું ઘણીવાર સામે આવ્યું છે.
આવી જ ઘટના ગત રાત્રીએ વગડિયા નજીક બની હતી. ગેરકાયદે કાર્બોસેલની ખાણમાં દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં એક યુવકનું મોત થયું હતું. જે અંગે તંત્રને જાણ થતા પ્રાંત અધિકારીની ટીમે 140 ટન કાર્બોસેલનો જથ્થો સીલ મારવાનો આદેશ આપ્યો હતો.
ખાણમાં ખનન દરમ્યાન મોતને ભેટેલા યુવકના મૃતદેહને ખનીજ માફિયાઓ સગેવગે કરતા હતા, જે દરમિયાન પ્રાંત અધિકારી અને બે મામલતદારની ટીમ ત્યાં દોડી આવી હતી. જેથી ડેડબોડનો નિકાલ ન કરી શક્યા. ત્યારબાદ તંત્રએ સાત ખાણોને સીલ મારી યુવકના મોતને લઈ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
છેલ્લા ઘણા સમયથી સુરેન્દ્રનગર જિલ્લામાં ખનિજ માફિયાઓ નિર્દોષ મજૂરોના જીવ લઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. જેના લીધે તંત્રએ આ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.






