મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બીજી માર્ચે ગુજરાત આવશે

એકબાજું ગુજરાતમાં કોંગ્રેસની CWCની બેઠક યોજાવાનું આયોજન થઈ રહ્યું છે, જ્યારે બીજી બાજું વડાપ્ર

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બીજી માર્ચે ગુજરાત આવશે

એકબાજું ગુજરાતમાં કોંગ્રેસની CWCની બેઠક યોજાવાનું આયોજન થઈ રહ્યું છે, જ્યારે બીજી બાજું વડાપ્રધાન મોદી પણ ગુજરાત આવવાના છે ત્યારે કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ બીજી માર્ચે વતનની મુલાકાતે આવવાના છે. જેથી ગુજરાતમાં આગામી દિવસોમાં પીએમ મોદી, અમિત શાહ અને રાહુલ ગાંધીના આગમનથી એરપોર્ટ અને રસ્તાઓ ભરચક રહેવાના છે તેમાં કોઈ નવાઈ નહીં. 

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પિલવાઈ ગામે આવવાના છે. પિલવાઈ ગામે આવેલા ગોવર્ધનનાથ મંદિરે મૂર્તિની સ્થાપના પ્રસંગે અમિત શાહ આવવાના છે. અમિત શાહના આગમન પહેલા પોલીસ અને તંત્ર સજ્જ બન્યું છે. જેના લીધે જિલ્લા પોલીસવડા સહિતના પોલીસ કાફલાએ સ્થળ સહિતનું નિરીક્ષણ કરી સુરક્ષાની સમીક્ષા કરી હતી. 

આ સમાચાર શેર કરો