ગુજરાતમાં કોંગ્રેસની CWCની બેઠક પહેલા પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક ગુજરાતના પ્રવાસે
ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી એવા મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે

ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રભારી એવા મુકુલ વાસનિક ગુજરાતની મુલાકાતે આવ્યા છે. સવારે અમદાવાદ એરપોર્ટ પર મુકુલ વાસનિકનું આગમન થતા એરપોર્ટ પર શક્તિસિંહ ગોહિલ, હિંમતસિંહ પટેલ સહિતના નેતાઓ અને કોંગી કાર્યકરોએ સ્વાગત કર્યું હતું. કોંગ્રેસ પ્રદેશ પ્રભારી મુકુલ વાસનિક એરપોર્ટથી સીધા કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા. જ્યાં તેઓ કોંગ્રેસના નેતાઓ સાથે ચૂંટણી હારના પરિણામ અંગે ચર્ચા કરશે.
આગામી એપ્રિલ મહિનામાં ગુજરાતમાં સીડબલ્યૂસીની બેઠક મળવાની છે ત્યારે સીડબલ્યૂસીની બેઠકના આયોજન અંગે ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં કોંગ્રેસની રાજકીય સ્થિતિ શું છે તેમજ ચૂંટણી પરિણામો પર કયા પરિબળો જવાબદાર છે તે અંગે કોંગ્રેસના નેતાઓ સાથે બેઠક કરશે. આ બેઠકમાં રાજ્યના તમામ કોંગ્રેસના નેતાઓ હાજર રહેશે.
આ ઉપરાંત મુકુલ વાસનિકે જણાવ્યું કે, વર્ષ-2027ના ટાર્ગેટ રાહુલ ગાંધીના સૂચન મુજબ આગળ ચાલીશું. વર્ષ-2027ની તૈયારીઓમાં કોંગ્રેસ પાર્ટી લાગી છે. તો વળી સંગઠનનું કામ સતત ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચાલતું રહેશે. કોંગ્રેસ જે નિર્ણય લેવાની છે તે નિર્ણય લેતી રહેશે. છેલ્લે પ્રયાગરાજમાં રાહુલ ગાંધીએ ડૂબકી મારવા મુદ્દે પણ નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું કે, આમાં હું કહીં ન શકું.






