ચાણસ્મા દુષ્કર્મ મામલો: મહેસાણા ભાજપ યુવા મોરચાનો મંત્રી જેલ ભેગો, નરાધમ ભૂવાને સમગ્ર કાંડમાં કરી હતી મદદ
ચાણસ્મામાં સગીરા પર થયેલા દુષ્કર્મની ચકચારી ઘટનામાં મહેસાણા જીલ્લા ભાજપ યુવા મોરચાના નેતાની સંડોવણી સામે આવી છે. ભૂવ

ચાણસ્મામાં સગીરા પર થયેલા દુષ્કર્મની ચકચારી ઘટનામાં મહેસાણા જીલ્લા ભાજપ યુવા મોરચાના નેતાની સંડોવણી સામે આવી છે. ભૂવાની પૂછપરછના આધારે ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કર્યો છે.
પાખંડીએ સગીરા સાથે અશ્લીલ વીડિયો બનાવ્યો
ભગા ઉર્ફે શંકર ચૌધરી નામના ભૂવાએ એક કિશોરીને પોતાની હવસનો શિકાર બનાવી હતી. આ પાખંડીએ સગીરા સાથે અશ્લીલ વીડિયો બનાવ્યો હતો. સગીરાના પિતાએ સમગ્ર મામલે પોલીસને જાણ કરી હતી. પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. ભૂવાને પોલીસે મહેસાણા તાલુકાના ઉપરચી ગામમાંથી દબોચી લીધો હતો.
ભાજપ યુવા મોરચાના મંત્રી ગૌરવ ચૌધરીની ધરપકડ
સગીરા દુષ્કર્મ પ્રકરણમાં પાટણ પોલીસે આ પાપ લીલામાં અન્ય કોઈની સંડોવણી છે કે નહીં તે દિશામાં તપાસ શરૂ કરી હતી. ભૂવાની આકરી પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો. પોલીસને સમગ્ર હકીકત જણાવી હતી. ભૂવા શંકર ચૌધરીએ પૂછપરછમાં કબૂલ્યું કે ગૌરવ ચૌધરી નામના શખ્સે મદદ કરી હતી.
પોલીસે ગૌરવ ચૌધરીને તેના ઘરમાંથી જ દબોચ્યો
મહેસાણા જીલ્લા ભાજપના મંત્રી ગૌરવ ચૌધરીની કરતૂતનો ભાંડો ફૂટ્યો હતો. પોલીસે ગૌરવ ચૌધરીને તેના ઘરમાંથી જ દબોચ્યો હતો. ભૂવા શંકર ચૌધરીને ક્યાં સંતાડી રાખ્યો હતો, આ ઘટનામાં તેની શું ભૂમિકા હતી, સંપૂર્ણ પૂછપરછ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.






