મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Vadodaraના સંવેદનશીલ વિસ્તાર યાકુતપુરાના મદાર મહોલ્લામાં મેગા ડિમોલિશન, 39 ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યું બુલડોઝર

વડોદરામાં સંવેદનશીલ વિસ્તાર યાકુતપુરાના મદાર મહોલ્લામાં સઘન બંદોબસ્ત વચ્ચે મેગા ડિલોમિશનની

વડોદરામાં સંવેદનશીલ વિસ્તાર યાકુતપુરાના મદાર મહોલ્લામાં સઘન બંદોબસ્ત વચ્ચે મેગા ડિલોમિશનની કામગીરી હાથ ધરાઈ હતી. સરસિયા તળાવ નજીક મગરસ્વામી આશ્રમ પાસેના રહીશો છેલ્લા 50 વર્ષથી અહીં વસવાટ કરતા હોવાનો દાવો કરી રહ્યા છે. જો કે, જિલ્લા કલેકટર દ્વારા ગેરકાયદેસર બાંધકામ હોવાના આક્ષેપ સાથે અગાઉથી જ રહીશોને નોટિસો આપવામાં આવી હતી. જેને પગલે પાલિકા, કલેક્ટર કચેરી, ફાયર વિભાગ તેમજ અન્ય વિભાગોની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે ઘટના સ્થળે પહોંચી હતી. સમગ્ર વિસ્તાર અતિ સંવેદનશીલ ગણાતો હોવાથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી. સાથે સમગ્ર વિસ્તાર માં ડ્રોન સર્વેલન્સ પણ કરવા માં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે મદાર મહોલ્લાના રહીશોએ અગાઉ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. જોકે, આજની કાર્યવાહી દરમિયાન જિલ્લા કલેકટર દ્વારા કુલ 39 જેટલા ગેરકાયદેસર બાંધકામ તોડવાની  કાર્યવાહી હાથધરી હતી. ડિમોલેશનની કામગીરીને લઈને સ્થાનિક રહીશોમાં ભય અને અસમંજસની સ્થિતિ જોવા મળી રહી છે. સુરક્ષા અને શાંતિ જાળવવા માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

આ સમાચાર શેર કરો