Vadodara: અધિકારીઓની મનમાની મુદ્દે કેતન ઈનામદારનો બચાવ, કેજરીવાલના નિવેદનને ગણાવ્યું રાજકીય ગતકડું
વડોદરાના પાંચ ધારાસભ્યોએ બાબુશાહી સામે રોષ ઠાલવતા સીએમને લખેલા પત્રનો ઉલ્લેખ કરીને અરવિંદ
વડોદરાના પાંચ ધારાસભ્યોએ બાબુશાહી સામે રોષ ઠાલવતા સીએમને લખેલા પત્રનો ઉલ્લેખ કરીને અરવિંદ કેજરીવાલે ગઈકાલે વડોદરામાં સરકાર પર પ્રહાર કર્યા. ત્યારે કેજરીવાલના નિવેદનને ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે રાજકીય રોટલા શેકવા માટે અપાયેલું નિવેદન ગણાવ્યું છે. વડોદરામાં બુથ કાર્યકર્તા સંમેલનમાં અરવિંદ કેજરીવાલે કહ્યું હતુ કે, ધારાસભ્યો મુખ્યમંત્રીને પત્ર લખે છે, પણ અધિકારીઓ મુખ્યમંત્રીનું પણ સાંભળતા નથી. આ સરકારમાં જન પ્રતિનિધિઓનું પણ કોઈ સાંભળતુ નથી. આવા ધારાસભ્ય ને હવે મત ન આપવો જોઈએ. આમ આદમી પાર્ટીની સરકાર બનશે તો બધા કામ થશે. ગુજરાતને હવે બદલાવ જોઈએ છીએ.
વડોદરા ખાતે કેજરીવાલના નિવેદન બાદ રાજ્યના વિવિધ નેતાઓ દ્વારા પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે, જેના કારણે રાજકીય માહોલ વધુ તીવ્ર બન્યો છે. જેના પર સાવલના ધારાસભ્ય કેતન ઈનામદારે કહ્યું કે, અરવિંદ કેજરીવાલે આપેલું નિવેદન માત્ર અને માત્ર રાજકીય રોટલા શેકવા માટે છે. વાસ્તવિક મુદ્દાઓથી લોકોનું ધ્યાન ભટકાવવા આવા નિવેદનો આપવામાં આવી રહ્યા છે. સાથે જ તેમણે ઉમેર્યું કે, ગુજરાતની જનતા આવા નિવેદનોને ગંભીરતાથી લેતી નથી અને વિકાસ તથા કામગીરી આધારિત રાજકારણમાં વિશ્વાસ રાખે છે.



