મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતાં મેડિકલની વિદ્યાર્થીનીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ,181ની ટીમે બચાવ્યો જીવ

રાજકોટમાં તબીબી છાત્રાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે AIIMSમાં મેડિકલનો અ

રાજકોટ: બોયફ્રેન્ડ સાથે ઝઘડો થતાં મેડિકલની વિદ્યાર્થીનીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ,181ની ટીમે બચાવ્યો જીવ

રાજકોટમાં તબીબી છાત્રાએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે AIIMSમાં મેડિકલનો અભ્યાસ કરતી યુવતીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતી મૂળ છત્તીસગઢની રહેવાસી છે. આ યુવતી મેડિકલના અભ્યાસ માટે રાજકોટમાં આવી છે, અને રાજકોટ હાઈવે પર PGમાં રહે છે.

 યુવતીએ આત્મહત્યાના પ્રયાસ પહેલા 181 મહિલા હેલ્પલાઈન પર કોલ કર્યો

22 વર્ષની યુવતીએ રૂમમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. યુવતીએ આત્મહત્યાના પ્રયાસ પહેલા 181 મહિલા હેલ્પલાઈન પર કોલ કર્યો હતો અને સઘળી આપવીતી વર્ણવી હતી. જો કે સમયસર પોલીસ અને અન્ય સ્ટાફ ઘટનાસ્થળ પર પહોંચી ગયો હતો.

આ પણ વાંચો: ગુજરાતમાં પણ બની એન્જીનીયર અતુલ સુભાષ જેવી ઘટના, પત્નીથી કંટાળી આત્મહત્યા પહેલા કહ્યું 'તેને બરોબરનો પાઠ ભણાવજો'

યુવતીને બચાવીને સિવિલમાં સારવાર હેઠળ ખસેડી

યુવતીને બચાવી લીધી અને તાત્કાલિકના ધોરણે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબ બોયફ્રેન્ડ કોઈ કારણોસર ઝઘડો થતાં આ પગલું ભર્યું છે. જોકે પોલીસે સમગ્ર મામલાની ગંભીરતાથી નોંધ લઈને આગળની કાર્યવાહી શરૂ કરી હતી.

આ સમાચાર શેર કરો