મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ: સરખેજમાંથી એક કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું, બે આરોપીની ધરપકડ

અમદાવાદમાં ફરી યુવાનોને નશામાં ધકેલતું એમડી ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી એક કરોડન

અમદાવાદ: સરખેજમાંથી એક કરોડનું એમડી ડ્રગ્સ ઝડપાયું, બે આરોપીની ધરપકડ

અમદાવાદમાં ફરી યુવાનોને નશામાં ધકેલતું એમડી ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદના સરખેજ વિસ્તારમાંથી એક કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે. એક કિલો એમડી ડ્ર્ગ્સ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યું છે.  

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આસિમ હુસેન સૈયદ અને વિષ્ણુવાદીની ધરપકડ કરી છે. ડ્રગ્સ આપનાર અતિક નામનો આરોપી ફરાર થઇ ગયો છે. ઇકો ગાડીમાં સંતાડીને ડ્રગ્સનો જથ્થો લાવવામાં આવ્યો હતો. જયપુર-રતલામ રૂટથી અમદાવાદમાં ડ્રગ્સનો જથ્થો ઠાલવવામાં આવ્યો હતો.

ટ્રક ભરીને 200 કિલો ગાંજો ગુજરાતમાં ઘૂસાડાયો હતો

ગુજરાતમાં ઓડિશાથી ટ્રક મારફતે 200 કિલો ગાંજો ઘુસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, વટવા GIDCમાં આ ગાંજો-ડ્રગ્સની ડિલિવરી થાય તે પહેલાં જ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સાત આરોપીની ધરપકડ કરી હતી. ઓડિશાના ગંજામ જિલ્લામાંથી ગાંજાનો જથ્થો લાવીને અમદાવાદથી ગુજરાતના વિવિધ શહેરોમાં સપ્લાય કરવાનો હતો. ઓડિશાથી 1100 કિલો ગાંજો લાવવામાં આવ્યો હતો. જે અલગ અલગ રાજ્યમાં સપ્લાય કર્યા બાદ 200 કિલો ગાંજો અમદાવાદમાં લાવવામાં આવ્યો હોવાનું તપાસમાં જાણવા મળ્યું હતું.

અમદાવાદમાં એમડી ડ્રગ્સ સૌથી વધુ વેચાય છે

અમદાવાદમાં એમડી ડ્રગ્સનો સૌથી વધુ વપરાશ થાય છે. અમદાવાદમાં સપ્લાય ચેઇનમાં 300થી વધુ નાના-મોટા પેડલર્સનું નેટવર્ક ચાલે છે જેના દ્વારા દરરોજ લાખો-કરોડો રૂપિયાનું ડ્રગ્સ સપ્લાય કરવામાં આવે છે. ડ્રગ્સના આ નેટવર્કને તોડવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાંચ દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. અમદાવાદમાં એમડી ડ્રગ્સ સહિતના દૂષણને કાબુમાં કરવા માટે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે પેડલર્સને શોધવા માટે અને આ નેટવર્કને તોડવા માટે તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો