Ahmedabad: અસલાલી વિસ્તારમાં લાગી ભીષણ આગ, ફાયર વિભાગની 10 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી
અમદાવાદના અસલાલી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. એકતા હોટલની સામે એક ફેક્ટરીમાં આગ લાગી છે. આગ લાગતા ફાયર વિભાગની 1

અમદાવાદના અસલાલી વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે. એકતા હોટલની સામે એક ફેક્ટરીમાં આગ લાગી છે. આગ લાગતા ફાયર વિભાગની 10 જેટલી ગાડીઓ ઘટના સ્થળે પહોંચી છે. પ્રાથમિક તપાસમાં ફેક્ટરીમાં થીનરનો જથ્થો હોવાથી કોઈકારણ સર આગ લાગી હોઈ શકે છે. જોકે, હાલ આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, અમદાવાદના અસલાલી વિસ્તારમાં એકતા હોટેલની સામે ફેક્ટરીમાં આગના સમાચાર સામે આવ્યા છે. આગ એટલી વિશાળ હતી કે, આસપાસના વિસ્તારમાં અફરા-તફરીનો માહોલ છવાઈ ગયો હતો. જોકે, સ્થાનિકો દ્વારા તુરંત ફાયર વિભાગને જાણ કરતા ફાયરની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી હતી. હાલ ફાયરની ટીમ આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
આગ લાગવાનું કારણ અકબંધ
ફેક્ટરીમાં લાગેલી વિશાળ આગના કારણે અંદર રહેલો તમામ માલ-સામાન બળીને ખાખ થઈ ગયો છે. જોકે, હજુ સુધી આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. નોંધનીય છે કે, આગ લાગવાનું કારણ શું હતું તે હજું સુધી જાણી શકાયું નથી. ફાયરની ટીમ હાલ આગ બૂઝાવવાની કામગીરીમાં લાગેલી છે. આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લીધા બાદ આગ લાગવા પાછળનું કારણ તપાસવામાં આવશે.






