VIDEO: ગોધરામાં મકાનમાં ભીષણ આગ લાગતા એક જ પરિવારના 4ના મોત
ગુજરાતના ગોધરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ગોધરાના બામરોલી રોડ સ્થિ
ગુજરાતના ગોધરામાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. ગોધરાના બામરોલી રોડ સ્થિત ગંગોત્રી નગર-2માં આવેલા રહેણાંક મકાનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં દોશી પરિવારના 4 સભ્યોના કરૂણ મોત નિપજ્યા હતા.
એક જ પરિવારના 4 સભ્યોના મોત
મળતા અહેવાલ પ્રમાણે મૃતકમાં બે પુત્ર, માતા અને પિતાનો સમાવેશ થાય છે. સમગ્ર મામલાની જાણ ગોધરા ફાયર વિભાગ અને પોલીસને કરવામાં આવી હતી.ગોધરા ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ થતા તાત્કાલિક સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે વાપીમાં દેવ દોશીના સગાઈ માટે આજે પરિવાર જવાનો હતો.
1.કમલભાઈ દોશી 50 વર્ષ
2. દેવલબેન દોશી 45 વર્ષ
3.દેવ કમલભાઈ દોશી 24 વર્ષ
4.રાજ કમલભાઈ દોશી 22 વર્ષ
દોશી સમાજના એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોત થતા જૈન સમાજમાં ઘેરા શોકની લાગણી ફેલાઈ છે. ઉલ્લેખનીય છે કે પ્રાથમિક તપાસમાં એ સામે આવ્યું છે કે આગ લાગ્યા બાદ તમામના મોત ગુંગામળને કારણે થયું છે. હાલ પોલીસે ચારેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા છે. અને બીજી તરફ આગ કયા કારણોસર લાગી હતી તે અંગે પણ તપાસ શળરૂ કરી છે.






