VIDEO: મોરૈયામાં બે ખાનગી કંપનીઓમાં ભીષણ આગ, ફાયર બ્રિગેડની 5 ગાડીઓ ઘટનાસ્થળે
અમદાવાદ શહેર નજીક આવેલા મોરૈયા ગામે આજે વહેલી સવારે બે ખાન

અમદાવાદ શહેર નજીક આવેલા મોરૈયા ગામે આજે વહેલી સવારે બે ખાનગી કંપનીઓમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા ચકચાર મચી ગઈ છે. આગ એટલી વિકરાળ છે કે તેના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી જોવા મળી રહ્યા છે. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે.
આગની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. હાલમાં આગ પર કાબૂ મેળવવા માટે અમદાવાદ, સાણંદ અને બાવળા ફાયર વિભાગની ટીમો સંયુક્ત રીતે ઓપરેશન ચલાવી રહી છે. ફાયર ફાઈટરની 5 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પાણીનો મારો ચલાવી રહી છે.
પોલીસ કાફલો તૈનાત
ઘટનાની જાણ થતા જ ચાંગોદર પોલીસનો કાફલો પણ મોરૈયા પહોંચી ગયો છે. પોલીસે સુરક્ષાના ભાગરૂપે આસપાસનો વિસ્તાર ખાલી કરાવી દીધો છે અને આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા માટે તપાસ હાથ ધરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે, જોકે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.