મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: દશેરા પર મોંઘવારી છતાં ફાફડા-જલેબીની ભારે માંગ, બજારમાં ખરીદી માટે ઉમટી ભીડ

સોર્સ: gstv

દશેરાના પવિત્ર તહેવાર પર મોંઘવારી હોવા છતાં બજારમાં ફાફડા અને જલેબી ખરીદવા માટે લોકોનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વેપારીઓના જણાવ્યા મુજબ નવરાત્રીથી જ બજારમાં મોંઘવારીની અસર અનુભવાઈ રહી છે, પરંતુ તહેવારની ઉજવણી કરવા માટે લોકો મન માનીને ઉત્સાહપૂર્વક ખરીદી કરી રહ્યા છે. આ વખતે બજારમાં સીંગતેલના ફાફડા રૂ. ૬૦૦ અને જલેબી રૂ. ૨૮૦ પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. આ સિવાય ખમણ રૂ. ૨૪૦ અને નાયલોન પાપડી રૂ. ૪૦૦ કિલોના ભાવે મળી રહ્યા છે. દશેરાના દિવસે શુદ્ધ ઘીની જલેબી અને ફાફડાની સૌથી વધુ માંગ રહે છે, જેમાં અંદાજે ૪૦૦થી ૪૫૦ કિલો ફાફડા અને ૩૦૦ કિલોથી વધુ જલેબીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે.

આ સમાચાર શેર કરો