Video: દશેરાએ જંબુસરમાં ફાફડા-જલેબી ખરીદવા લોકોનો ભારે ધસારો

દશેરા પર્વ નિમિત્તે જંબુસર સહિત સમગ્ર ગુજરાતમાં ફાફડા-જલેબી ખરીદવા માટે વહેલી સવારથી જ ફરસાણની દુકાનો પર ગ્રાહકોની લાંબી લાઈનો અને ભારે ભીડ જોવા મળી હતી. વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ તહેવારની ઉજવણીના ભાગરૂપે લોકોમાં આ વિશેષ વ્યંજન માણવાનો અનેરો ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે. જંબુસર ઉપરાંત અમદાવાદ, વડોદરા અને ભરૂચ સહિતનાં વિવિધ શહેરોમાં પણ ફાફડા-જલેબીનું ધૂમ વેચાણ થઈ રહ્યું છે, જેના કારણે ફરસાણના વેપારીઓમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.





