મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં પિતા વિહોણી 111 દીકરીઓના સમૂહલગ્નમાં પહેલ, સાસુ-સસરા કરશે વહુ અને જમાઈની આરતી

દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્નપ્રસંગ યોજાય છે. આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દ

સુરતમાં પિતા વિહોણી 111 દીકરીઓના સમૂહલગ્નમાં પહેલ, સાસુ-સસરા કરશે વહુ અને જમાઈની આરતી

દર વર્ષે ડિસેમ્બર મહિનામાં સુરતમાં અનોખો લગ્નપ્રસંગ યોજાય છે. આ લગ્ન પ્રસંગ એટલે પિતાનું છત્ર ગુમાવી ચૂકેલી દીકરીઓના સમૂહમાં પણ ધામધૂમથી લગ્ન થનાર છે. આગામી ૧૪ અને ૧૫ ડિસેમ્બર એમ બે દિવસમાં ૧૧૧ દીકરીઓને પિયરયું છોડીને સાસરે વળાવાશે. આ સમૂહ લગ્નમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહેશે. આ સમૂહલગ્નમાં અનોખી પહેલ થશે સાસુ-સસરા વહુ અને જમાઈની આરતી કરશે. 

આ પણ વાંચોઃ Video: વાપીમાં મંડપનો સામાન પડેલા ગોડાઉનમાં લાગી આગ, બાજુમાં ચાલતો હતો લગ્નપ્રસંગ

સામાજિક જાગૃતિ ફેલાવાશે

પી.પી.સવાણી ચૈતન્ય વિદ્યાસંકુલ, અબ્રામા ખાતે સાંજે પાંચ વાગ્યે યોજાશે. ‘પિયરયું’ નામે યોજાઇ રહેલા લગ્ન સમારોહની અંગ મહેશભાઈ સવાણીએ કહ્યું કે, સમૂહ લગ્નના માધ્યમથી સામાજિક ક્રાંતિના હેતુસર વર-કન્યા સહિત તમામ લોકોને લગ્ન સ્થળે “૫૦ હજાર જેટલા તુલસીના રોપા” ભેટમાં અપાશે. પર્યાવરણ જાગૃતિ અંગે આ પ્રયત્ન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “એક વૃક્ષ મા કે નામ” ના આહ્વાનને આગળ લઈ જનારો છે. સાથે આ રોપાને “અંગદાન જાગૃતિ” ના ટેગ સાથે આપવામાં આવશે. આ સમૂહ લગ્ન પ્રસંગે સમગ્ર ગુજરાતમાંથી મોરારિબાપુ સહિત ૪૦ જેટલા સંતો પધારશે અને નવદંપતીને આશીર્વાદ આપશે. 

પરપ્રાંતિય દીકરીઓ જોડાશે

પિયરયું લગ્ન સમારોહમા ગુજરાત, મહારાષ્ટ્ર, બંગાળ અને ઉત્તર પ્રદેશની દીકરીઓ છે. બે મૂક-બધિર અને બે દિવ્યાંગ કન્યા છે, બે મુસ્લિમ છે અને વિવિધ ૩૯ જ્ઞાતિની કન્યાઓ નવજીવનના ફેરા ફરશે. લગ્ન અગાઉ જ તમામ ૧૧૧ દીકરીઓને પિતાની હૂંફ પૂરી પાડનાર લાગણી રૂપી ભેટ સમા કરિયાવરનું વિતરણ કરી દેવાયું છે. જે ૧૧૧ કન્યા છે એ પૈકી ૯૦% કન્યા એવી છે કે એમના પિતા તો નથી જ સાથે જ એમના ભાઈ પણ નથી. દીકરીઓની પસંદગીના અનેક ધોરણ નક્કી થયા છે એમાં દીકરીના પિતા ન હોય એ પ્રાથમિક છે એ પછી જે દીકરીનો ભાઈ ન હોય એવી દીકરીને પ્રાથમિકતા આપવામાં આવે છે. 

દીકરી-જમાઈનું પૂજન 

દરવર્ષે દીકરીનું પૂજન થાય જ છે, આ વર્ષે પણ થશે પણ એમાં નવા પરિમાણ ઉમેરાયા છે. લગ્ન મંડપમાં દુલ્હન બનેલી દીકરીનું પૂજન એના સાસુ-સસરા કરશે, જ્યારે પરિવારમાં દીકરાને આવકારવા જમાઈનું પૂજન એની સાસુ કરશે. આ આરતી અનોખી અને સંભવત: પ્રથમ વખત થશે જ્યાં વહુ અને જમાઈની આરતી એની સાસુ કરતી હોય. 

ગોલ્ડન બૂક ઓફ રેકોર્ડમાં સ્થાન

પિયરિયું લગ્નસમારોહને પ્રતિષ્ઠિત ગોલ્ડન બુક ઓફ રેકોર્ડ્સમાં સ્થાન મળવાની સંપૂર્ણ સંભાવના છે. એક જ પિતા એટલે કે મહેશભાઈ સવાણી ૫૨૭૪ દિકરીઓનું કન્યાદાન કરનાર એકમાત્ર પિતા તરીકે નોંધાશે. એક જ સમયે એક જ કાર્યક્રમમાં ૫૦,૦૦૦ તુલસીના છોડ સામાજિક સંદેશ સાથે વિતરીત કરવાનો એક નવો રેકોર્ડ બનશે. તો લગ્નસમારોહમાં ૩૭૦ ફૂટ લાંબુ તોરણ પણ સૌથી લાંબુ બનવાનું છે. આ ત્રણેય રેકોર્ડ માટે ગોલ્ડન બુક ઓફ રેકોર્ડની ટીમ ૧૪ તારીખે હાજર રહેશે અને સર્ટિફિકેટ એનાયત કરશે.

આ સમાચાર શેર કરો