વિજાપુરમાં પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળી એસિડ ગટગટાવ્યું, સારવાર દરમિયાન મોત
મહેસાણામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો

મહેસાણામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં એક પરિણીતાએ સાસરિયાઓના ત્રાસથી કંટાળીને આત્મહત્યાનો પ્રયાસ કરવા એસિડ ગટગટાવ્યું હતું. બાદમાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડતા સારવાર દરમિયાન મહિલાનું કરુણ મોત નિપજ્યું છે.
આ પણ વાંચો : કડીમાં ધોરણ 10માં ભણતી સગીરાએ ઘરમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
મહેસાણા જિલ્લામાં વિજાપુરના પરમારવાસમાં ભાવના પરમાર નામ ની પરિણીતાએ એસિડ ગટગટાવ્યું હતું. પરિણીતાના પતિ સુનિલભાઈ જેઠાભાઇ પરમાર અને સાસરિયાના ત્રાસથી કંટાળીને આખરે તેણીએ એસિડ પીધું હતુ. બાદમાં પરિણીતાને તાત્કાલિક હિંમતનગર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. કિન્તુ એસિડ પીનાર પરિણીતાનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું. ભાવનાબેનનું મૃત્યુ થતાં પાંચ વર્ષના માસૂમ વરદાનનું હવે કોણ તે પ્રશ્ન મુંઝવી રહ્યો છે. ઘટનાની જાણ થતાં જ વિજાપુર પોલીસે આગળ કાયદેસરની તપાસ હાથ ધરી છે.




