કડીમાં ધોરણ 10માં ભણતી સગીરાએ ઘરમાં ગળેફાંસો ખાઈ કર્યો આપઘાત
ગુજરાતમાંથી અવારનવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવે છે. એવામાં પણ વિદ્યાર્થી અવસ્થામાં આપ

ગુજરાતમાંથી અવારનવાર આત્મહત્યાની ઘટનાઓ સામે આવે છે. એવામાં પણ વિદ્યાર્થી અવસ્થામાં આપઘાતના કિસ્સાઓમાં નોંધપાત્ર રીતે વધારો જોવા મળી રહ્યો છે. એવામાં કડીમાંથી ધોરણ 10માં અભ્યાસ કરતી કિશોરીએ આત્મહત્યા કરતાં સમગ્ર પંથકમાં ચકચારી મચી જવા પામી છે.
આ પણ વાંચો : સાપુતારાના અકસ્માતમાં સામે આવ્યા ચોંકાવનારા ખુલાસા, 2 બસ માલિકની ધરપકડ
મહેસાણા જિલ્લાના કડીમાં ઉંટવા ગામની 16 વર્ષીય કિશોરીએ અગમ્ય કારણોસર આત્મહત્યા કરી હોવાનું સામે આવ્યું છે. બપોરે શાળાએથી કિશોરી ઘરે આવી હતી અને ઘરમાં જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. માતા ઘરમાં જ હતી અને દીકરીએ આત્મહત્યા કરી લીધી. જો કે મામલાની જાણ થતાં જ કિશોરીને કડીની ખાનગી હોસ્પિટલમાં લઈ જતા તબીબોએ તેને મૃત જાહેર કરી હતી. આ સમગ્ર મામલે મૃતદેહનું પેનલ પોસ્ટમોટર્મ કરાવી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.




