મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતના બે શહેરમાં પરિણીતાઓએ કરી આત્મહત્યા, એક મહિલાએ ઝેર ગટગટાવ્યું તો અન્ય યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું

રાજ્યમાં અલગ અલગ શહેરમાં બે પરિણીતાએ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. જસદણ અને જેતપુર તાલુકાની પ

ગુજરાતના બે શહેરમાં પરિણીતાઓએ કરી આત્મહત્યા, એક મહિલાએ ઝેર ગટગટાવ્યું તો અન્ય યુવતીએ કેનાલમાં ઝંપલાવ્યું

રાજ્યમાં અલગ અલગ શહેરમાં બે પરિણીતાએ આત્મહત્યા કરવાની ઘટના સામે આવી છે. જસદણ અને જેતપુર તાલુકાની પરિણીત યુવતીઓએ આત્મહત્યા કરી હતી. રાજ્યના જસદણ તાલુકાના શિવરાજપુર ગામમાં રહેતી પરિણીતાએ આત્મહત્યા કરી છે. ઘરકંકાસના કારણે ઝેરી દવા ગટગટાવીને મોતને વ્હાલું કર્યું હતું.

પરિણીતાના 11 મહિના પહેલા જ લગ્ન થયા હતા

પરિણીતાના 11 મહિના પહેલા જ લગ્ન થયા હતા. યુવતીના પરિવારજનોએ સાસરીયા પર ગંભીર આરોપ લગાવ્યા હતા. આરોપ લગાવતા કહ્યું કે સાસરીયા તરફથી ત્રાસ આપતા હોવાના કારણે યુવતીએ જીવન ટુંકાવ્યું હતું. પરિણીતાના પિતાએ જસદણ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. જસદણ પોલીસે યુવતીના સાસરીયા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

કેનાલમાં જેતપુર તાલુકાની પરિણીત યુવતીએ ઝંપલાવ્યું

છોટાઉદેપુરના બોડેલી નર્મદાની મેઈન કેનાલમાં જેતપુર તાલુકાની પરિણીત યુવતીએ ઝંપલાવી આત્મહત્યા કરી હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. મળતા અહેવાલ પ્રમાણે  ઘટનાસ્થળ ઉપરથી યુવતીનું બેગ મળી આવ્યું હતું.યુવતી છોટાઉદેપુર ખાતે નર્સિંગનો અભ્યાસ કરતી હતી.

આ સમાચાર શેર કરો