મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ભેજાબાજોએ જમીનમાં આવેલા 97 લાખ USDTમાં ટ્રાન્સફર કરાવી આચરી છેતરપિંડી

સુરતમાં ભેજાબાજો અલગ અલગ રીતે છેતરપિંડી કરતાં હોય છે. ત્યારે વરાછામાં USDTના નામે 97 લાખની છે

સુરતમાં ભેજાબાજોએ જમીનમાં આવેલા 97 લાખ USDTમાં ટ્રાન્સફર કરાવી આચરી છેતરપિંડી

સુરતમાં ભેજાબાજો અલગ અલગ રીતે છેતરપિંડી કરતાં હોય છે. ત્યારે વરાછામાં USDTના નામે 97 લાખની છેતરપિંડી કરવામાં આવી હતી. જમીનમાં આવેલ લાખો રૂપિયા USDTમાં ટ્રાન્સફર કરાવ્યા હતા. આરોપીઓએ વિશ્વાસમાં લઈને રૂપિયા લઇ આંગડિયા મારફતે પરત આપવાની વાત કરી હતી. આંગડિયામાં રૂપિયા આવતા જ આરોપી રૂપિયા લઇ ફરાર થઇ ગયા હતા.

બન્ને આરોપી ઝડપાયા

સમગ્ર મામલે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. વરાછા પોલીસે બંન્ને આરોપીને પકડી પાડ્યા હતાં. વરાછા પોલીસે આરોપીની ધરપકડ કરી 51 લાખ રૂપિયા કબ્જે કર્યા હતાં. હાલ બન્ને આરોપીઓને ઝડપી લઈને પોલીસે રિમાન્ડ માંગવા સહિતની દિશામાં તપાસ હાથ ધરી હતી. સાથે જ આ આરોપીઓ સાથે કોણ કોણ સામેલ છે તે અંગેની પણ તપાસ હાથ ધરવામાં આવી છે.

15 મિનિટમાં રૂપિયા આપવાની વાત કરેલી

પોલીસ અધિકારીએ કહ્યું કે, ફરિયાદીએ તેના મિત્ર મારફતે ચેતન અને કમલેશ મારફતે 97 લાખથી વધુ આપ્યા હતાં. આ રૂપિયા ગમે ત્યારે મળશે તેમ કહ્યું હતું. ઓનલાઈન એપ્લિકેશનથી પરત રૂપિયા 15 મિનિટમાં મળી જશે તેવો વિશ્વાસ આપ્યો હતો. ફરિયાદીએ 3-4 દિવસ બાદ સંપર્ક કરતાં આરોપીઓએ ના પાડી હતી. જેથી વરાછા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જેમાં બન્ને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતાં. 51 લાખ કમલેશ અને ચેતન પાસેથી મેળવી ધરપકડ કરી હતી.

આ સમાચાર શેર કરો