મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

NEET / સુપ્રીમના આદેશથી ગ્રેસિંગ માર્કસ રદ્દ થતા ગુજરાતના અનેક વિદ્યાર્થીઓએ પણ ફરી આપવી પડશે પરીક્ષા

ગુજરાતના ચાર વિદ્યાર્થીને ફર્સ્ટ રેન્ક મળ્યો છે અને અનેક વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્કસ મળ

NEET / સુપ્રીમના આદેશથી ગ્રેસિંગ માર્કસ રદ્દ થતા ગુજરાતના અનેક વિદ્યાર્થીઓએ પણ ફરી આપવી પડશે પરીક્ષા

ગુજરાતના ચાર વિદ્યાર્થીને ફર્સ્ટ રેન્ક મળ્યો છે અને અનેક વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્કસ મળ્યા છે

NEET 2024 :  નીટ પરીક્ષામાં NTA દ્વારા અપાયેલા ગ્રેસિંગ માર્કસ સુપ્રિમકોર્ટના આદેશથી રદ્દ કરવામા આવ્યા છે અને હવે ગ્રેસિંગ રદ્દ થતા ફેઈલ થનારા વિદ્યાર્થીઓની ફરી પરીક્ષા લેવાનાર છે ત્યારે ગુજરાતમાં પણ અનેક વિદ્યાર્થીઓને ફરી નીટ આપવી પડી શકે છે. 

ગુજરાતના ચાર વિદ્યાર્થીને ફર્સ્ટ રેન્ક, અનેક વિદ્યાર્થીને ગ્રેસિંગ માર્કસ મળ્યા

આ વર્ષે ગુજરાતમાં વિદ્યાર્થીઓ વધતા 88022 વિદ્યાર્થીઓ નોંધાયા હતા.જેમાંથી 86242 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી.જેમાંથી ૫૭૧૯૭ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈ થયા છે.ટોપ 100 રેન્કમાં ગુજરાતના 6 વિદ્યાર્થી હતા અને જેમાં 4 વિદ્યાર્થીને તો પુરા 720 માર્કસ મળતા ફર્સ્ટ રેન્ક હતો. 

સુપ્રીમકોર્ટે 1563 વિદ્યાર્થીઓના ગ્રેસિંગ રદ કરવાનો આદેશ કર્યો

નીટ પરીક્ષાને લઈને આ વર્ષે અનેક વિવાદ સામે આવ્યા છે અને મોટા પાયે ગેરરીતિની ફરિયાદો ઉઠી છે.દરમિયાન સુપ્રિમકોર્ટમાં ફરી પરીક્ષાની માંગ સાથે થયેલી પીટિશનમાં સુપ્રિમે ફરી પરીક્ષાની માંગને નકારી કાઢી છે પરંતુ NTA દ્વારા 1563 વિદ્યાર્થીઓને ખોટી રીતે ગ્રેસિંગ અપાયુ હોવાનું સ્વીકારાતા સુપ્રીમકોર્ટે ગ્રેસિંગ રદ કરવાનો આદેશ કર્યો છે. સુપ્રિમકોર્ટના આદેશને પગલે જે 1563 વિદ્યાર્થીઓને ગ્રેસિંગ માર્કસ મળ્યા હતા તેઓના ગ્રેસિંગ માર્કસ રદ કરાયા છે,  અને હવે સુપ્રિમકોર્ટના આદેશથી ફરી નીટ પરીક્ષા લેવાનાર છે .જે ૨૩મી જુને લેવાશે. ફરી પરીક્ષાનું પરિણામ 30મી  જુન સુધીમાં જાહેર કરવામા આવનાર છે.

ગ્રેસિંગ માર્કસ રદ્દ થતા અનેક વિદ્યાર્થીઓ પાસમાંથી ફેઈલ થઈ જશે

ફરીથી પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને થોડા દિવસમાં ઈ-મેઈલથી જાણ કરવામા આવનાર છે. જે 1563 વિદ્યાર્થીના ગ્રેસિંગ માર્ક રદ્દ થયા છે તેઓમાં અનેક વિદ્યાર્થી ગુજરાતના પણ હોવાનો અંદાજ છે. ગ્રેસિંગ માર્કસ રદ્દ થતા અનેક વિદ્યાર્થીઓ પાસમાંથી ફેઈલ થઈ જશે. કારણકે ગ્રેસિંગ માર્કસથી ઘણા વિદ્યાર્થી પાસ થયા છે. ફેઈલ થનારા વિદ્યાર્થીઓમાં અનેક વિદ્યાર્થી ગુજરાતના પણ છે. 

આ સમાચાર શેર કરો