મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમરેલી લેટર કાંડ મામલે મનીષ વઘાસીયાએ જેલની બહાર નીકળતા જ આપ્યું ચર્ચાસ્પદ નિવેદન

અમરેલીના બહુચર્ચિત લેટર કાંડ મુદ્દે બાકી રહેલા ત્રણેય આરોપીઓને જ

અમરેલી લેટર કાંડ મામલે મનીષ વઘાસીયાએ જેલની બહાર નીકળતા જ આપ્યું ચર્ચાસ્પદ નિવેદન

અમરેલીના બહુચર્ચિત લેટર કાંડ મુદ્દે બાકી રહેલા ત્રણેય આરોપીઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવ્યા છે. મનીષ વઘાસીયા દ્વારા જેલમાંથી બહાર નીકળતા જ લેટર ઓરીજનલ હોવાનો ઘટસ્ફોટ કરવામાં આવ્યો હતો. જેલની બહાર નિકળતા જ મનીષ વઘાસીયા સહિત ત્રણેય આરોપીઓનું ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આરોપીઓના પરિવાર સહિત લોકોના ટોળા જેલની બહાર ઉમટી પડ્યા હતા. જેલમાંથી બહાર નીકળતા જ મનીષ વઘાસીયાનું પહેલું નિવેદન સામે આવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે લેટર તેમજ લેટરમાં કરેલી સહીઓ ઓરીજનલ જ હોવાનું મનીષ વઘાસીયાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : અમરેલી લેટરકાંડ મુદ્દે માનવાધિકાર આયોગ મેદાનમાં, DGPને નોટિસ ફટકારી જવાબ માંગ્યો

ઉલ્લેખનીય છે કે, સમગ્ર મામલો જિલ્લા પોલીસ વડા સુધી પહોંચતા લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સાયબર ક્રાઇમ સહિતની પોલીસની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસ દ્વારા ધારાસભ્યને બદનામ કરવાનું કાવતરું ઘડનારાના કેસમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર અને પાટીદાર દીકરી સહિત 4ની ધરપકડ કરી હતી. જો કે, ધરપકડ કરાયેલી પાટીદાર યુવતીને 3 જાન્યુઆરી 2025ના રોજ જામીન મળ્યા હતા અને જેલ મુક્ત થઈ હતી. જ્યારે યુવા ભાજપ પૂર્વ પ્રમુખ મનીષ વઘાસીયા સહિત અન્ય ત્રણ આરોપીઓને આજે જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા.

આ સમાચાર શેર કરો