કમોસમી વરસાદની આગાહીને કારણે માંગરોળ માર્કેટ યાર્ડ બંધ, ખેડુતોને હાલાકી
ભર શિયાળે કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવે તેવું લાગી રહ્યું છે. જુનાગઢ જ

ભર શિયાળે કમોસમી વરસાદની આગાહીને કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવવાનો વારો આવે તેવું લાગી રહ્યું છે. જુનાગઢ જિલ્લામાં માંગરોળના માર્કેટિંગ યાર્ડમાં આજે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ રાખવામાં આવી છે. માર્કેટિંગ યાર્ડના અધિકારીના કહવા પ્રમાણે APMC દ્વારા વરસાદી માહોલના કારણે ખરીદી બંધ રાખવામાં આવી છે.
આ પણ વાંચો : રાજ્યભરમાં મેઘ કહેરની આગાહી: આ 4 શહેરોમાં કરા અને વરસાદની આગાહી સાથે 'ઓરેન્જ એલર્ટ'
આજે ગુજરાતભરમાં વરસાદની આગાહી છે ત્યારે માંગરોળ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે થતી મગફળીની ખરીદી આજે ફરી બંધ રાખવામાં આવી છે. વરસાદી માહોલના કારણે તમામ માલસામગ્રીઓને ઢાંકીને સાચવવામાં આવી છે તેમજ ઘણોબધો માલસામાન સુરક્ષિત સ્થળે ગોડાઉનમાં સ્થળાંતર કરવામાં આવ્યો છે. હવામાન ખુલ્લું થયા બાદ ફરી ખરીદી શરૂ થાશે તેવા સમાચાર સામે આવ્યા છે.




