બાલાજી વેફરમાંથી દેડકો નીકળવા મામલે કંપનીએ હાથ ખંખેર્યા!, જાણો મેનેજરે શું કહ્યું
બાલાજી વેફરના પેકટમાંથી મૃત દેડકો નીકળવાના મામલે બાલાજી વેફર દ્વારા હાથ ખંખેરવામાં આવ્યા

બાલાજી વેફરના પેકટમાંથી મૃત દેડકો નીકળવાના મામલે બાલાજી વેફર દ્વારા હાથ ખંખેરવામાં આવ્યા છે. બાલાજી વેફરના મેનેજર જય સચદેવે કહ્યું કે, વેફરનો પ્લાન રોબોટિક મશીનથી સજ્જ છે માટે બનાવ બનવો શક્ય નથી. દેડકો પ્લાન્ટમાં આવી શકે તે વાતમાં કોઈ તથ્ય નથી. વેફરના પેકેટમાં દેડકો કેમ આવ્યો તે અંગે તપાસ કરીએ છીએ.
પ્રાપ્ત માહિતી અનુસાર જામનગરના રહેવાસી જસ્મીન પટેલના કહેવા અનુસાર તેમણે સોસાયટીની બહાર આવેલા એક પ્રોવિઝન સ્ટોરમાંથી પોતાની ભત્રીજી માટે બાલાજી વેફરનું પડીકું ખરીદ્યું હતું અને તેને ઘરે લઇ જઇને ખોલ્યું તો તેમાંથી મરેલો દેડકો નિકળ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. આ પ્રકારે વેફરના પડીકામાંથી મરેલો દેડકો જોઇને તેઓ દંગ રહી ગયા હતા. ત્યારબાદ સવારે તેમણે આ પડીકું દુકાનદારે બતાવ્યું હતું અને સમગ્ર ઘટના વિશે માહિતગાર કર્યા હતા.
ત્યારબાદ દુકાનદારે એજન્સીવાળા સાથે વાત કરાવી હતી. ત્યારબાદ તેમણે કસ્ટમર કેરમાં વાતચીત કરી હતી, પરંતુ તેમણે યોગ્ય પ્રત્યુત્તર મળ્યો ન હતો.




